- રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ વધુ એક બેન્કનું લાઈસન્સ રદ કર્યું
- મહારાષ્ટ્રની ડો. શિવાજીરાવ પાટિલ નિલંગેકર અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ (Dr. Shivajirao Patil Nilangekar Urban Co-operative Bank Ltd.)નું લાઈસન્સ રદ
- બેન્ક પોતાની વર્તમાન નાણાકીય સ્થિતિના કારણે થાપણદારોને ભરવાઈ કરવામાં અસમર્થઃ RBI
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)એ બુધવારે એક મોટું નિવેદન આપ્યું હતું. RBIએ કહ્યું હતું કે, પર્યાપ્ત મુડી અને કમાણીની સંભાવના ન હોવાના કારણે ડો. શિવાજીરાવ પાટિલ નિલંગેકર અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ (Dr. Shivajirao Patil Nilangekar Urban Co-operative Bank Ltd.)નું લાઈસન્સ રદ કરી દેવાયું છે. RBIએ લાઈસન્સ રદ કરવાની જાહેરાત કરતા કહ્યું હતું કે, મહારાષ્ટ્રની આ બેન્ક પોતાની વર્તમાન નાણાકીય સ્થિતિના હિસાબથી થાપણદારોને સંપૂર્ણ ભરપાઈ કરવામાં અસમર્થ થઈ શકે છે. આ માટે લાઈસન્સ રદ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો-ફ્લિપકાર્ટ (Flipkart) 600 કરોડ રૂપિયાના કર્મચારી શેર વિકલ્પોની ફરી વખત ખરીદી કરશે
મહારાષ્ટ્રની બેન્ક માટે એક લિક્વિડેટર (Liquidator) નિયુક્ત કરવા અનુરોધ