- રિઝર્વ બેંકે રેપો રેટ યથાવત રાખ્યા
- છેલ્લે 22 મે, 2020ના રેપો રેટમાં બદલાવ કર્યો હતો
- 2021-22 માટે GDPનો અંદાજ 9.5 ટકા રાખ્યો
નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકે (Reserve Bank Of India) શુક્રવારના આશા પ્રમાણે રેપો રેટ (Repo Rate)માં કોઈ બદલાવ નથી કર્યો અને આને રેકોર્ડ લઘુત્તમ સ્તરે જાળવી રાખ્યા છે. આ સતત આઠમીવાર છે જ્યારે કેન્દ્રીય બેંકે રેપો રેટ યથાવત રાખ્યા છે. આ સાથે જ કેન્દ્રીય બેંકે કોવિડ-19ની બીજી લહેર બાદ અર્થવ્યવસ્થા (Economy)માં સુધારાના સંકેતોની વચ્ચે પોતાનું નાણાકીય વલણ નરમ રાખવાનો પણ નિર્ણય કર્યો છે.
22 મે, 2020ના રેપો રેટમાં બદલાવ કરવામાં આવ્યો હતો
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની આગેવાનીવાળી નાણાકીય નીતિ સમિતિ (MPC)એ છેલ્લે 22 મે, 2020ના રેપો રેટમાં બદલાવ કર્યો હતો. રેપો રેટ એ દર છે જેના પર વ્યાપારી બેંકો તેમની તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેન્દ્રીય બેંક પાસેથી ટૂંકા ગાળાની લોન લે છે.