ગુજરાત

gujarat

ETV Bharat / business

સપ્તાહના છેલ્લા દિવસે ઐતિહાસિક ઉંચાઈ સાથે શરૂ થયું Share Market, સેન્સેક્સ પહેલી વાર 60,000ને પાર - વૈશ્વિક બજાર

આજે (શુક્રવારે) સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેર બજાર (Share Market) ઐતિહાસિક ઉંચાઈ સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 375.05 પોઈન્ટ (0.63 ટકા)ના ઉછાળા સાથે 60,260.41ના સ્તર પર ખૂલ્યો છે. સેન્સેક્સ આજે ઓલટાઈમ હાઈ છે. જ્યારે નિફ્ટી (Nifty) 79.55 પોઈન્ટ (0.45 ટકા)ની મજબૂતી સાથે 17,902.50ના સ્તર પર ખૂલ્યો છે.

સપ્તાહના છેલ્લા દિવસે ઐતિહાસિક ઉંચાઈ સાથે શરૂ થયું Share Market, સેન્સેક્સ પહેલી વાર 60,000ને પાર
સપ્તાહના છેલ્લા દિવસે ઐતિહાસિક ઉંચાઈ સાથે શરૂ થયું Share Market, સેન્સેક્સ પહેલી વાર 60,000ને પાર

By

Published : Sep 24, 2021, 9:41 AM IST

  • આજે સપ્તાહના છેલ્લા દિવસે ઐતિહાસિક સપાટીએ ખૂલ્યું શેર બજાર
  • સેન્સેક્સ 375.05 પોઈન્ટના ઉછાળા સાથે પહેલી વખત 60,260.41ના સ્તર પર ખૂલ્યો
  • નિફ્ટી (Nifty) 79.55 પોઈન્ટ (0.45 ટકા)ની મજબૂતી સાથે 17,902.50ના સ્તર પર ખૂલ્યો

અમદાવાદઃ આ સપ્તાહમાં શેર બજારમાં (Share Market) ભલે નબળાઈ જોવા મળી હોય, પરંતુ આજે (શુક્રવારે) સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેર બજાર ઐતિહાસિક ઉંચાઈ સાથે થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 375.05 પોઈન્ટ (0.63 ટકા)ના ઉછાળા સાથે 60,260.41ના સ્તર પર ખૂલ્યો છે. સેન્સેક્સ આજે ઓલટાઈમ હાઈ છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 79.55 પોઈન્ટ (0.45 ટકા)ની મજબૂતી સાથે 17,902.50ના સ્તર પર ખૂલ્યો છે.

આજે આ સ્ટોક્સ પર રોકાણ કરવાથી થશે ફાયદો

આજે દિવસભર ઈન્ફોસિસ (Infosys), ટીસીએસ (TCS), વિપ્રો (Wipro), હેપ્પીએસ્ટ માઈન્ડ (Happiest Mind), ઓઈલ (Oil), એચઓઈસી (HOEC), સેલન એક્સ્પ્લોરેશન (Selan Exploration), ઉત્તમ સુગર મિલ્સ (Uttam Sugar Mills), દિલીપ બિલ્ડકોન (Dilip Buildcon), આદિત્ય બિરલા કેપિટલ (Aditya Birla Capital) જેવા સ્ટોક્સ પર રોકાણ કરવાથી સારો નફો મળશે.

LIC હાઉસિંગ ફાઈનાન્સે હોમલોનના ગ્રાહકોને આપી રાહત

LIC હાઉસિંગ ફાઈનાન્સે તહેવારો પર ઘર ખરીદનારા ગ્રાહકોને મોટી ભેટ આપી છે. કંપનીએ 2 કરોડ રૂપિયા સુધીની હોમ લોન માટે હોમ લોનનો દર ઘટાડીને 6.66 ટકા કરી દીધો છે. આ પહેલા કંપનીએ જુલાઈમાં 50 લાખ રૂપિયા સુધીની હોમ લોનનો દર 6.66 ટકા કર્યો હતો. જોકે, હવે લોનની રકમને 50 લાખથી વધારીને 2 કરોડ કરી દીધી છે.

આ પણ વાંચો-અમેરીકામાં વડાપ્રધાન મોદીએ 5 કંપનીના CEO સાથે કરી મુલાકાત

આ પણ વાંચો-કોર્પોરેટ વર્લ્ડમાં ધમાકોઃ ઝી એન્ટરટેઇનમેન્ટ અને સોની ઇન્ડિયાના મર્જરની જાહેરાત

ABOUT THE AUTHOR

...view details