ગુજરાત

gujarat

ETV Bharat / business

જી આર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડનો IPO 07 જુલાઈ, 2021ના રોજ ખુલશે

જી આર ઈન્ફ્રાપ્રોજેક્ટસ લિમિટેડ આઈપીઓ ( IPO ) લઈને મૂડીબજારમાં પ્રવેશી રહી છે. દરેક રૂપિયા 5ના એક એવા ઈક્વિટી શેરનો આઈપીઓની પ્રાઈઝ બેન્ડ રૂ.828થી 837 નિયત કરી છે. આ આઈપીઓ 7 જુલાઈ, 2021ના રોજ ખૂલી રહ્યો છે.

GR Infraprojects Limited
GR Infraprojects Limited

By

Published : Jul 1, 2021, 6:26 PM IST

  • જી આર ઈન્ફ્રાપ્રોજેક્ટનો આઈપીઓ 9 જુલાઈએ બંધ
  • લઘુત્તમ બિડ 17 ઈક્વિટી શેર
  • કંપની 15 રાજ્યોમાં રોડ હાઈવે પ્રોજેક્ટ પર કામ કરે છે

અમદાવાદ : જી આર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ ( GR Infraprojects Limited ) ઇન્ટિગ્રેટેડ રોડ એન્જિનીયરિંગ, પ્રોક્યુરમેન્ટ અને કન્સ્ટ્રક્શન કંપની છે, જે ભારતમાં 15 રાજ્યોમાં વિવિધ રોડ હાઇવે પ્રોજેક્ટની ડિઝાઇન બનાવવાનો અને એનું નિર્માણ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. તાજેતરમાં કંપનીએ રેલવે ક્ષેત્રમાં વિવિધ પ્રોજેક્ટમાં ડાઇવર્સિફિકેશન કર્યું છે. કંપની એનો આઈપીઓ ( IPO ) 7 જુલાઈ, 2021ને બુધવારે લાવી રહી છે. આ ઓફર 9 જુલાઈને શુક્રવારે બંધ થશે. ઓફરની પ્રાઇઝબેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂપિયા 828થી 837 નક્કી કરવામાં આવી છે.

જી આર ઇન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડનો IPO 07 જુલાઈ, 2021ના રોજ ખુલશે

કંપનીએ 100થી વધારે રોડ કન્સ્ટ્રક્શનના કામ કર્યા છે

જી આર ઈન્ફ્રાપ્રોજેક્ટસ લિમિટેડના ચેરમેન વિનોદ કુમાર અગ્રવાલના જણાવ્યા પ્રમાણે કંપનીના સિવિલ કન્સ્ટ્રક્શનના મુખ્ય વ્યવસાયમાં રોડ સેક્ટરમાં ઇપીસી અને બીઓટી પ્રોજેક્ટ સામેલ છે. વર્ષ 2006થી અત્યાર સુધી કંપનીએ 100 વધારે રોડ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ હાથ ધર્યા છે. કંપનીએ 26 જૂન, 2021ના રોજ રજૂ કરેલી રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ મુજબ, એના બીઓટી પ્રોજેક્ટ્સમાં એક રોડ પ્રોજેક્ટ કાર્યરત છે, જેનું નિર્માણ અને ડેવલપમેન્ટ બીઓટીને આધારે થયું છે તથા કંપનીને 14 રોડ પ્રોજેક્ટ HAM અંતર્ગત પ્રાપ્ત થયા છે, જેમાંથી પાંચ પ્રોજેક્ટ અત્યારે કાર્યરત છે, ચાર પ્રોજેક્ટ નિર્માણાધિન છે અને પાંચ પ્રોજેક્ટમાં નિર્માણ કામગીરી શરૂ થઈ નથી. કંપની સ્ટેટ અને નેશનલ હાઇવે, પુલો, કલ્વર્ટ, ફ્લાયઓવર, એરપોર્ટ રનવે, ટનલ અને રેલ ઓવર-બ્રિજનું નિર્માણ કરવાનો પણ બહોળો અનુભવ ધરાવે છે તથા તાજેતરમાં રેલવે ક્ષેત્રમાં વિવિધ પ્રોજેક્ટમાં ડાઇવર્સિફિકેશન કર્યું છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details