ગુજરાત

gujarat

ETV Bharat / business

નોકરિયાત વર્ગ માટે ખુશીના સમાચાર, 2020-21 માટે પ્રોવિડન્ડ ફંડ પર મળશે 8.5 ટકા વ્યાજ - ઈપીએફઓ દર

નોકરિયાત વર્ગ માટે એક સારા સમાચાર આવ્યા છે. કારણ કે, આ વર્ષે પ્રોવિડન્ટ ફંડ પર સારું વ્યાજ મળશે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને નાણાકીય વર્ષ 2020-21 માટે ઈપીએફ જમા પર 8.5 ટકા વ્યાજ આપવાનું નક્કી કર્યું છે.

નોકરિયાત વર્ગ માટે ખુશીના સમાચાર, 2020-21 માટે પ્રોવિડન્ડ ફંડ પર મળશે 8.5 ટકા વ્યાજ
નોકરિયાત વર્ગ માટે ખુશીના સમાચાર, 2020-21 માટે પ્રોવિડન્ડ ફંડ પર મળશે 8.5 ટકા વ્યાજ

By

Published : Mar 5, 2021, 11:06 AM IST

  • શ્રીનગરમાં કેન્દ્રિય ટ્રસ્ટી બોર્ડે બેઠકમાં નિર્ણય લીધો
  • EPFOમાં 5 કરોડથી વધારે લોકો સક્રિય રીતે જોડાયેલા
  • ગયા વર્ષ જેટલો જ આ વર્ષે વ્યાજ દર નક્કી કરાયો

નવી દિલ્હીઃ સેવા નિવૃત્ત ફંડ ઈપીએફઓએ ગુરુવારે ચાલુ વર્ષ માટે કર્મચારી ભવિષ્ય નિધિ જમા પર 8.5 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે. ઈપીએફઓની સાથે 5 કરોડથી વધારે લોકો સક્રિય રીતે જોડાયેલા છે.

કોરોનાના કારણે આ વખતે વ્યાજ દરમાં ઘટાડાનું અનુમાન હતું

સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન અંતિમ નિર્ણય લેનારી સંસ્થા કેન્દ્રિય ટ્રસ્ટી બોર્ડે ગુરુવારે શ્રીનગરમાં થયેલી બેઠકમાં વર્ષ 2020-21 માટે વ્યાજદર 8.5 ટકા રાખવાનો નિર્ણય કર્યો છે. જોકે, એ પ્રકારની પણ અટકળો હતી કે, ઈપીએફઓ આ વર્ષ 2020-21 માટે ભવિષ્ય નિધિ જમા પર વ્યાજ દરને વર્ષ 2019-20ની 8.5 ટકા દરથી પણ ઓછો કરી શકે છે. વ્યાજ દરમાં ઘટાડાનું અનુમાન કોરોના વાઈરસની મહામારીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. આ સાથે કોરોના કાળમાં કર્મચારીઓના ઓછા યોગદાન અંગે પણ આ અનુમાન લગાવાયું હતું.

આ વર્ષનો વ્યાજ દર વર્ષ 2012-13 પછીથી સૌથી ઓછો

ગયા વર્ષે માર્ચમાં ઈપીએફઓએ વર્ષ 2019-20 માટે ભવિષ્ય નિધિ જમા પર વ્યાજ દર ઘટાડીને 7 વર્ષથી નીચલા સ્તર એટલે કે 8.5 ટકા કરી દીધો હતો, જ્યારે વર્ષ 2018-19માં આ 8.65 ટકા હતું. ઈપીએફ દ્વારા વર્ષ 2019-20 માટે આપવામાં આવેલો 8.5 ટકાનો વ્યાજનો દર એ 2012-13 પછીથી સૌથી ઓછો છે.

ABOUT THE AUTHOR

...view details