ગુજરાત

gujarat

ETV Bharat / business

નોઈડામાં અદાણી ગ્રુપ 2,500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે - ઓથોરિટીના અલગ અલગ સેક્ટરો

સંસદીય સમિતિએ અદાણી અને ડિક્શન ટેક્નોલોજી જેવા મોટા સમૂહ સહિત 13 કંપનીઓને પ્લોટ ફાળવણી કરવાની સંમતિ આપી છે. આ કંપનીઓના આવવાથી નોઈડા ઓથોરિટીને 344 કરોડ રૂપિયાની આવક થશે.

નોઈડામાં અદાણી ગ્રુપ 2,500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે
નોઈડામાં અદાણી ગ્રુપ 2,500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે

By

Published : Apr 16, 2021, 10:24 AM IST

  • લગભગ 48,512 લોકોને રોજગારી મળશે
  • ઓથોરિટીના અલગ અલગ સેક્ટરોમાં 3,870 કરોડ રૂપિયાના રોકાણનો રસ્તો સાફ થયો
  • નોઈડા ઓથોરિટીને 344 કરોડ રૂપિયાની આવક થશે

નવી દિલ્હી/નોઈડાઃ કોરોનાના સંકટ સમયે ઔદ્યોગિક વિકાસને ગતિ આપવા નોઈડા ઓથોરિટી સતત પ્રયાસ કરી રહ્યું છે. ઓથોરિટીના અલગ અલગ સેક્ટરોમાં 3,870 કરોડ રૂપિયાના રોકાણનો રસ્તો સાફ થઈ ગયો છે. અદાણી અને ડિક્શન ટેક્નોલોજી જેવા મોટા સમૂહ સહિત 13 કંપનીઓને પ્લોટ ફાળવણી કરવાની સંમતિ સંસદીય સમિતિએ આપી દીધી છે. આ કંપનીઓના આવવાથી નોઈડા ઓથોરિટીને 344 કરોડ રૂપિયાની આવક થશે. આ સાથે જ લગભગ 48,512 લોકો માટે રોજગારીનો દરવાજો ખૂલશે.

આ પણ વાંચોઃફોરેક્સ એક્સચેન્જ માર્કેટમાં 1 ડોલરની કિંમત 75.05 રૂપિયા થઈ

13 કંપનીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા

ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે 4,000 વર્ગ મીટરથી વધુ ક્ષેત્રફળના પ્લોટને ફાળવવાની યોજના બનાવવામાં આવી હતી. આ માટે 66 એપ્લિકેશન આવી હતી. 65 એપ્લિકેશનનું સ્ક્રિનિંગ બાદ 25 અને 26 માર્ચે ઈન્ટરવ્યૂ કરવામાં આવ્યું હતું. ઈન્ટરવ્યૂને ધ્યાનમાં રાખી ફાળવણી સમિતિએ પોઈન્ટના આધારે એપ્લિકેશન કરનારા કુલ 13 લોકોને લાયક ગણીને પ્લોટની ભલામણ કરી છે.

આ પણ વાંચોઃમાર્ચમાં વાહનોના વેચાણમાં 28 ટકાનો વધારો, ટુ-વ્હીલર્સમાં 35 ટકાનો ઘટાડો: FADA

કંપની નોઈડામાં ડેટા સેન્ટર બનાવશે

અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડને સેક્ટર 80માં 39,146 વર્ગ મીટરના પ્લોટ ફાળવવામાં આવ્યો છે. કંપની દ્વારા નોઈડામાં ડેટા સેન્ટર બનાવવામાં આવશે. આમાં નોઈડાને નવી ઓળખ મળશે. આ સાથે રોજગારની નવી તક પણ ઊભી થશે. કંપની આ પરિયોજના પર 2,500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. રોકાણની દ્રષ્ટિથી આ સુપર મેગા શ્રેણીમાં થશે. પ્લોટ ફાળવણીમાં ઓથોરિટીને 71 કરોડ રૂપિયાની આવક થશે.

ABOUT THE AUTHOR

...view details