ગુજરાત

gujarat

ETV Bharat / business

ટેલિકોમ કંપનીઓએ તમામ દંડ અને વ્યાજ ચૂકવવા પડશે: સુપ્રીમ કોર્ટ - દૂરસંચાર વિભાગ

નવી દિલ્હી: ટેલીકોમ કંપનીઓને ગુરુવારે મોટો ઝટકો લાગ્યો હતો. જ્યારે સુપ્રીમ કોર્ટે તેમની પાસેથી આશરે 92,000 કરોડથી વધુની રકમ ચુકવવી પડેશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેટલાક સમયમાં ચુકવવાના થશે તે કોર્ટ નક્કી કરશે.

etv bharat

By

Published : Oct 24, 2019, 7:19 PM IST

ટેલીકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટ તરફથી જોરદાર ફટકો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે દૂરસંચાર વિભાગની અરજીને મંજૂરી આપી દીધી છે. ટેલીકોમ કંપનીઓને દૂરસંચાર વિભાગને 92 હજાર કરોડ રૂપિયાથી વધુ ચૂકવવા પડશે. સુપ્રીમ કોર્ટ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, આ ચૂકવણી કેટલા સમયમાં આપવી પડશે તેનો નિર્ણય કોર્ટ કરશે.

ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા, વિનીત સરન અને એસ.કે. રવિન્દ્ર ભટ્ટની ત્રણ સભ્યોની બેંચે દૂરસંચાર વિભાગ દ્વારા તૈયાર કરેલી કુલ આવકની વ્યાખ્યા જાળવી રાખી છે. આ બેંચે કહ્યું છે કે,"અમે વ્યવસ્થા કરી છે કે, આ કુલ આવકની વ્યાખ્યા અકબંધ રહેશે.

આ કેસના નિર્ણયમાં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, અમે દૂરસંચાર વિભાગની અરજી સ્વીકારીએ છીએ. જ્યારે કંપનીઓની અરજીઓને નકારીએ છીએ. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, તેણે ટેલિકોમ કંપનીઓની તમામ અરજીઓને નકારી કાઢી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, દૂરસંચાર વિભાગે દંડ અને વ્યાજની રકમ ચૂકવવાની રહેશે.

બેંચે સ્પષ્ટ કહ્યું હતું કે, આ કેસમાં આગળ કોઈ કાનૂની દાવાને મંજૂરી આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, તે કુલ આવકની ગણતરી કરશે અને કંપનીઓ માટે તે ચૂકવવા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરશે. કેન્દ્ર સરકારે જુલાઇમાં સર્વોચ્ચ અદાલતને કહ્યું હતું કે, એરટેલ, વોડાફોન અને સરકારની માલિકીની MTNL અને BSNLજેવી મોટી ખાનગી ટેલિકોમ કંપનીઓની તે દિવસ સુધી લાઇસન્સ ફી રૂપિયા 92,000 કરોડથી વધુની રકમ લાઇસન્સ ફી તરીકે બાકી છે.

આ તમામ ટેલિકોમ કંપનીઓ પાસેથી કુલ 92,641.61 કરોડ એકત્રિત કરવાના હતાં. નવી દૂરસંચાર નીતિ અનુસાર દૂરસંચાર લાઇસન્સ ધારકોને તેમની કુલ આવકનો અમુક ટકા વાર્ષિક લાયસન્સ ફી તરીકે સરકારને ચૂકવવો પડશે.


કઇ કંપનીઓએ કેટલા ચૂકવવાના છે.

ભારતીય એરટેલ - 21,682.71 કરોડ રૂપિયા

વોડાફોન-આઇડિયા- 19,823.71 કરોડ રૂપિયા

રિલાયન્સ - 16,456.47 કરોડ રૂપિયા

એરસેલ - 7,852 કરોડ

BSNL - 2,098.72 કરોડ

MTNL - 2,537.48 કરોડ રૂપિયા

ABOUT THE AUTHOR

...view details