- ટાટા સ્ટીલ કંપનીએ ફરી દેખાડી દરિયાદિલી
- કંપની કોરોનાથી મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારની જવાબદારી ઉઠાવશે
- કંપની કોરોનાથી મૃત્યુ પામેલા કર્મચારીઓના બાળકોનો ભણવાનો ખર્ચ ઉઠાવશે
હૈદરાબાદઃ દેશના કોર્પોરેટ કંપનીઓમાં સૌથી આગળ ટાટા સ્ટીલે કોરોનાના કારણે મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવાર માટે સામાજિક સુરક્ષા યોજનાની જાહેરાત કરી છે. ટાટા સ્ટીલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મૃતક કર્મચારીઓ દ્વારા નામાંકિતના પરિવારોને મેડિકલ લાભ અને આવાસ સહિતની સુવિધા સાથે મૃતકની 60 વર્ષની વય સુધી અંતિમ સમય સુધી વેતન આપવામાં આવશે.
આ પણ વાંચો-Tauktae effect: ધરમપુરના યુવા વેપારી વાવાઝોડામાં નુકસાન થયેલા પરિવારને આવી રીતે થશે મદદરૂપ
તમારી ક્ષમતા અનુસાર આસપાસના લોકોની મદદ કરોઃ કંપની
કંપનીએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, ટાટા સ્ટીલે કોવિડ-19થી અસરગ્રસ્ત કર્મચારીઓના પરિવારના સભ્યો માટે સામાજિક સુરક્ષા યોજનાઓને લંબાવી છે, જે અંતર્ગત એજિલિટી વિથ કેરનો રસ્તો અપનાવ્યો છે. અમે અમારું કામ કરી રહ્યા છીએ અને તમને આગ્રહ કરીએ છીએ કે, પોતાની ક્ષમતા અનુસાર આ સંકટ સમયમાંથી નીકળવા માટે આસપાસના લોકોની મદદ કરો.