ગુજરાત

gujarat

ETV Bharat / business

દેશ મોટી સ્ટીલ કંપની TATA સ્ટીલને 113 વર્ષ પૂર્ણ, TATAથી ભારતમાં ઔદ્યોગિકરણની શરૂઆત થઈ - Tata Steel latest news

દેશની અગ્રણી સ્ટીલ કંપની ટાટા સ્ટીલને 113 વર્ષ પૂરા થયા છે, ત્યારે ટાટા સ્ટીલે દેશ અને દુનિયામાં ભારતને એક અલગ ઓળખ આપી છે. કંપનીની સ્થાપનાથી લઇને અત્યાર સુધીનો સમય યાદગાર રહ્યો છે.

tata Steel completes 113 years of journey
દેશની અગ્રણી સ્ટીલ કંપની ટાટા સ્ટીલને 113 વર્ષ પૂર્ણ

By

Published : Aug 26, 2020, 9:28 AM IST

જમશેદપુર: દેશની અગ્રણી સ્ટીલ કંપની ટાટા સ્ટીલને 113 વર્ષ પૂરા થયા છે. સ્ટીલ બનાવતી કંપનીએ એક શહેર સ્થાપ્યું જ્યાં લાખો લોકો રહે છે. ટાટા સ્ટીલની ઉત્પત્તિથી ઔદ્યોગિકરણના યુગની શરૂઆત થઈ અને ભારતને આર્થિક સ્વતંત્રતા અપાવી. થોમસ ક્લાઇવલ એક બ્રિટીશ નિબંધકાર, ઇતિહાસકાર જેમની કૃતિઓ વિક્ટોરિયન યુગ દરમિયાન અત્યંત પ્રભાવશાળી હતી.

આવી રીત પૂર્વી ભારતના આદિવાસી ક્ષેત્રમાં ટાટા અભિયાન દળનો પ્રવેશ થયો હતો, જે અત્યાર સુધી ભારતના પ્રથમ સ્ટીલ પ્લાન્ટની સ્થાપના માટે સંભવિત સ્થાનની શોધ કરી રહ્યો હતો. આ પ્રોજેક્ટ માટે વિશેષજ્ઞો યુએસથી આવ્યા હતાં અને ચાર્લ્સ પ્રિન્સના મુખ્ય સલાહકારો હતાં. સ

ર દોરાબજી ટાટાનો જન્મ 27 ઓગષ્ટના રોજ થયો હતો. તેમણે સમગ્ર રાષ્ટ્રને ભારતમાં સ્ટીલ પ્લાન્ટ બનાવવાની યોજનાનો એક ભાગ બનવા માટે અપીલ કરી હતી. તેમણે 80 હજાર ભારતીયોને ઔદ્યોગિકરણની યાત્રામાં સામેલ થવા પ્રેરણા આપી હતી. જેનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો અને 3 સપ્તાહમાં 26 ઓગસ્ટે ભારતમાં ટાટા આયર્ન અને સ્ટીલ કંપની તરીકે રજીસ્ટર થઇ હતી.

સ્ટીલનું ઉત્પાદન પણ શરૂ થયું હતું. સ્થાપનાથી લઇને 1932 સુધી કંપનીના ચેરમેનના રૂપમાં દેશમાં પ્રથમ સ્ટીલ પ્લાન્ટના નિર્માણ માટે લગભગ 25 વર્ષ સુધી જમીન સ્તરથી ટોચ સુધી અથાગ મહેનત કરી હતી. તેમણે દરેક મુશ્કેલીઓનો સામનો કર્યો અને તેમણે તેમનું સર્વસ્વ આપ્યું. સર દોરાબજી ટાટા શ્રમિકોના કલ્યાણમાં રૂચિ રાખતા હતા. તેમના કર્મચારીઓ પ્રત્યેના વ્યવ્હારને લઇને હંમેશા તેઓ આદર્શ વર્તન રાખતા હતા. 1920માં શ્રમિક હડતાલ દરમિયાન જમશેદપુર આવીને શ્રમિકોની ફરિયાદો સાંભળી હતી, ત્યારબાદ તેમના કામદારોએ હડતાલનો સમાપ્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details