ગુજરાત

gujarat

ETV Bharat / business

ટાટા મોટર્સએ પહેલી ઇલેક્ટ્રિક કાર ટીગોરનું કોમર્શિયલ લોન્ચ કરી - ટાટા મોટર્સ

નવી દિલ્હી : ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક કાર ટીગોરનું કોમર્શિયલ લોન્ચ કર્યું છે.સરકારી સબસીડી બાદ આની શોરૂમ કિમંત 9.44 લાખ રૂપિયાથી શરૂ કરવામાં આવી છે.ટાટાએ આ કાર ભારતના 30 શહેરોમાં વેચાણ માટે લોન્ચ કરી છે

ટાટા મોટર્સએ પહેલી ઇલેક્ટ્રિક કાર ટીગોરનું કોમર્શિયલ લોન્ચ કરી

By

Published : Oct 9, 2019, 8:08 PM IST

ટાટાએ આ કાર ભારતના 30 શહેરોમાં વેચાણ માટે લોન્ચ કરી છે અને સરકાર દ્વારા અપાતી સબસીડી બાદ કરતા તેની શો રૂમ કિમત રૂ. 9.44 લાખ જેવી થવા જાય છે. ટાટા મોટર્સના ઇલેક્ટ્રિક વ્હિકલ બિઝનેસના સેલ્સ, માર્કેટિંગ અને કસ્ટમર સર્વિસના હેડ આશેશ ધારે જણાવ્યું કે, ટિગોર ઇવી વિસ્તૃત રેંજ મોડેલ યોગ્ય રીતે લાંબા અંતરની એપ્લિકેશંસની આવશ્યકતાઓને ધ્યાનમાં લે છે અને અમારા વ્યાપારી ગ્રાહકો માટે ઉંચી આવક મેળવવાની સંભાવના પૂરી પાડે છે. કંપની એ કહ્યું કે, એક વખત ચાર્જ કરવા પર આ વાહન 213 કિલોમીટરની રેન્જ આપે છે.કંપનીએ જણાવ્યા મુજબ ત્રણ વેરીયન્ટમાં ઉપલબ્ધ નવા લોન્ચ થયેલા મોડેલમાં બે ચાર્જીંગ પોર્ટ આપવામાં આવ્યા છે અને આ ગાડી ફાસ્ટ મોડમાં તેમજ સ્લો મોડમાં પણ ચાર્જ થઇ શકે છે. આમાં ઊંચા તાપમાનની સ્થિતિમાં પણ સુસંગત કામગીરીની ખાતરી કરવા માટે બેટરી ઠંડક પ્રણાલીની રચના કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details