- ટાટાએ ભારતીય બજારમાં ઉતારી SUV પંચ
- ભારત, બ્રિટન અને ઇટાલીના સ્ટુડિયોમાં પંચની ડિઝાઇન
- ટાટાના મતે આ એક સંપૂર્ણ રીતે નવી શ્રેણીની સબ-કૉમ્પેક્ટ SUV
નવી દિલ્હી: ટાટા મોટર્સે (Tata Motors) ભારતીય બજારમાં સબ કૉમ્પેક્ટ (Subcompact) SUV પંચને ઉતારી દીધી છે. આની શોરૂમ કિંમત 5.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. કંપનીએ કહ્યું છે કે, આ મૉડલને ટાટા મોટર્સના ભારત, બ્રિટન અને ઇટાલીના સ્ટુડિયોમાં ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ એક સંપૂર્ણ રીતે નવી શ્રેણી સબ-કૉમ્પેક્ટ SUV છે.
18.82 કિલોમીટર પ્રતિ લીટરની AMT ઈંધણ ક્ષમતા
કંપનીના ઉત્પાદનોમાં આ મોડલ નેક્સન કેટેગરીથી નીચેની શ્રેણીનું છે. આમાં 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન છે. આ મોડલ મેન્યુઅલ અને ઓટોમેટિક બંનેમાં ઉપલબ્ધ હશે. ટાટા મોટર્સે દાવો કર્યો છે કે આ મોડલનું મેન્યુઅલ ટ્રિમ 18.97 કિલોમીટર પ્રતિ લીટર ARI પ્રમાણિત ઈંધણ કાર્યક્ષમતા આપશે. તો AMT (Automated Manual Transmission)ની ઈંધણ ક્ષમતા 18.82 કિલોમીટર પ્રતિ લીટર હશે.