નેક્સોન ક્રાઝનું મોડેલ દિલ્હીના શો રૂમમાં 7.57 લાખ રૂપિયાથી અને ઓટોમેટિક મોડેલ 8.17 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
ટાટા મોટર્સે લોન્ચ કરી નેક્સોન ક્રાઝ, કિંમત 7.57 લાખથી શરૂ - નેક્સૉન ક્રાઝ
નવી દિલ્હી: ટાટા મોટર્સે તેની SUV નેક્સોનનું બીજું સ્પેશિયલ એડિશન લૉન્ચ કર્યું છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે નેક્સોન મોડેલના એક લાખ યુનિટ વેંચાયા બાદ કંપનીએ આ વિશેષ મોડેલને રજૂ કર્યું છે.
TATA
કંપનીના પેસેન્જર વ્હિકલ બિઝનેસના માર્કેટિંગ હેડ વિવેક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, નેક્સૉનની આ બીજી મર્યાદિત આવૃત્તિ છે. કંપનીએ ગયા વર્ષે પણ ક્રાઝની વિશેષ આવૃત્તિ રજૂ કરી હતી. આ એડિશનમાં, કારના બાહ્ય અને આંતરિક સુશોભન પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.