ગુજરાત

gujarat

ETV Bharat / business

ટાટા-મિસ્ત્રી મામલો: SC એ NCLATના નિર્ણય પર લગાવી રોક - ટાટા-મિસ્ત્રી મામલો

કંપનીના રજિસ્ટ્રારે ટાટા-મિસ્ત્રી કેસમાં NCLATના આદેશમાં સુધારા માટે અરજી કરી હતી. ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ સૂર્ય કાંતની ખંડપીઠ ટાટા સન્સ પ્રાઈવેટ લિમિટેડની અપીલ પર સુનાવણી કરવા સંમત થઈ છે. ખંડપીઠે આ અંગે સંબંધિત પક્ષોને નોટિસ પણ ફટકારી છે.

tata
tata

By

Published : Jan 24, 2020, 11:46 PM IST

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કંપનીના રજિસ્ટ્રારની અરજી રદ કરવાના નેશનલ કંપની લૉ અપીલટ ટ્રિબ્યુનલ (NCLAT) ના આદેશ પર શુક્રવારે સ્ટે આપ્યો હતો.

કંપનીના રજિસ્ટ્રારે ટાટા-મિસ્ત્રી કેસમાં NCLATના હુકમમાં સુધારા માટે અરજી કરી હતી. ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ બી.આર. ગવાઈ અને જસ્ટિસ સૂર્યા કાંતની ખંડપીઠ ટાટા સન્સ પ્રાઈવેટ લિમિટેડની અપીલ પર સુનાવણી કરવા સંમત થઈ હતી. ખંડપીઠે આ અંગે સંબંધિત પક્ષોને નોટિસ ફટકારી હતી.

સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે તે NCLATના નિર્ણય વિરુદ્ધ ટાટા સન્સ દ્વારા દાખલ કરેલી મુખ્ય અરજીની સાથે જ આ કેસની સુનાવણી કરશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે 10 જાન્યુઆરીએ સાયરસ મિસ્ત્રીને ફરીથી ટાટા જૂથના કાર્યકારી અધ્યક્ષ બનાવવાના NCLATના આદેશ પર સ્ટે આપ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details