નવી દિલ્હી:ટાટા ગ્રૂપના ચેરમેન એન ચંદ્રશેખરન જણાવે છે કે, આવનારા સમયમાં અમારી રણનીતિમાં ડિજિટલ, નવી ઊર્જા, અને હેલ્થ જેવા વિષયો ટાટા ગ્રૂપની વ્યૂહરચનાનો (Tata Group's strategy) ભાગ હશે. આ અનુસંધાને વિગતવાર જણાવે છે કે, આ બધી મહત્વાકાંક્ષી યોજનાઓ કોરોના વાયરસને (Corona epidemic) કારણે લોકોની જીવનશૈલીમાં આવેલા ફેરફારોને ધ્યાને રાખી બનાવામાં આવી છે.
ચંદ્રશેખરને કહ્યું કે, કોરોના વાયરસની પરિસ્થતિનું નિરિક્ષણ કરી તૈયારી કરવી
ઉલ્લેખનીય છે કે, મીઠાથી લઇને સોફ્ટવેર સેક્ટર સુધીના (Software sector India) 100 અરબ ડોલરથી વધુના ગ્રુપોમાં આઠ લાખથી વધુ કર્મચારીઓ કાર્યરત છે. નવા વર્ષ નિમિત્તે કર્મચારીઓને સંબોધતા ચંદ્રશેખરને કહ્યું કે, ધંધો કરતા વેપારીઓ અને સમાજએ કોરોના મહામારીની પરિસ્થતિનું નિરિક્ષણ કરી તે અનુરૂપ તૈયારી કરવી જોઇએ. પાછલા વર્ષ પર નજર કરીએ તો, જૂથ નાણાકીય રીતે મજબૂત બની રહ્યું છે.
ટાટા ગ્રૂપમાં ચાર નવી યોજનાનુ સર્જન કરાયું
ચંદ્રશેખરને કહ્યું, અમે નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને અમારા કાર્બન ઉત્સર્જનને ઘટાડવા ઉપર સારું કામ કર્યું છે. 2021માં અમે એર ઈન્ડિયાને (Air India) જીતી લીધુ તે સૌથી મોટી સફળતા છે. ખરેખર આ એક ઐતિહાસિક ક્ષણ છે.
ભવિષ્ય માટે અમે રણનીતિમાં મહત્વના ચાર વિષયને સમાવાયા