નવી દિલ્હી: ફૂડ ડિલિવરી કંપની સ્વિગીએ સોમવારે 350 કર્મચારીઓને છૂટા કરવાની જાહેરાત કરી હતી. કોવિડ -19ને કારણે મે મહીનાથી કર્મચારીઓને છૂટા કરવાની કંપનીની યોજનાનો એક ભાગ છે.
કોરોનાથી બિઝનેસ પર ગંભીર અસર, સ્વિગીએ 350 કર્મચારીઓને છૂટા કર્યા
સ્વિગીએ મે મહીનામાં કાર્યાલય અને વિવિધ શહેરોમાં વિવિધ સ્તરે આશરે 1,100 કર્મચારીઓને છૂટા કર્યા હતા. કોવિડ -19 દરમિયાન કંપનીએ તેના સંસાધનોના પુન: સંગઠનની પ્રક્રિયાના ભાગરૂપે આ પગલું ભર્યું હતું.
સ્વિગી
સ્વિગીએ મે મહીનામાં કાર્યાલય અને વિવિધ શહેરોમાં વિવિધ સ્તરે આશરે 1,100 કર્મચારીઓને છૂટા કર્યા હતા. કોવિડ -19 દરમિયાન કંપનીએ તેના સંસાધનોના પુન: સંગઠનની પ્રક્રિયાના ભાગરૂપે આ પગલું ભર્યું હતું.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે બજારમાં તેનો કારોબાર અડધો થઈ ગયો છે. સંસાધનોને ગોઠવવા માટેની આ છેલ્લી પ્રક્રિયામાં, તેમના 350 વધુ કર્મચારીઓને છૂટા કરવા પડશે.