કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, આ એપ પર વપરાશકર્તાઓને પહેલાથી જ પોતાનો ખોરક ડિલિવરીનો સમય નક્કી કરવાનો વિકલ્પ મળી રહેશે. જેના માટે તેઓ દૈનિક, સાપ્તાહિક અને મહિનાનું પણ સબ્સ્ક્રિપ્શન લઈ શકશે.
રેસ્ટોરેન્ટનું ખાઈ-ખાઈને કંટાળ્યા ? હવે સ્વિગી પર ઉપલબ્ધ થશે લોકલ ટિફીન સેવા પણ...
નવી દિલ્હીઃ ફૂડ ડિલિવરી કરનાર કંપની સ્વિગીએ સોમવારે એક નવી એપ સ્વિગી ડેલી જાહેર કરી છે. આ એપ થકી ઘરેલુ રસોઈયાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલો ખોરાક, ટિફિન સેવા આપનારનો ખોરાક અને સંગઠિત વિક્રેતાઓનો ખોરાક પણ ઉપલબ્ધ હશે.
સ્વિગી
કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ હર્ષ મજેતીએ કહ્યું કે, સ્વિગીને દરરોજ લોકો સુધી સંગઠિત વિક્રેતાઓ, ઘરેલુ રસોઈયાઓનો ખોરાક પહોંચાડવામાં મદદ મળશે. આ લોકોને સસ્તુ અને હોમમેઇડ ખોરાકની દૈનિક જરૂરિયાતોને પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થશે.
આ સેવાને અત્યારે ગુરૂગ્રામમાં શરૂ કરવામાં આવી છે અને આગામી મહિનાઓમાં મુંબઈ અને બૅંગલોરમાં પણ આ સેવા શરૂ કરવામાં આવશે.