ગુજરાત

gujarat

ETV Bharat / business

રેકોર્ડની નવી ઊંચાઈએ ખુલ્યું શેરબજાર, સેન્સેક્સમાં નોંધાયો 650 સંખ્યાનો ઊછાળો - બીએશઈ

બીએસસીનો 30 શેરવાળો સેન્સેક્સ મજબૂતી સાથે ખૂલ્યા બાદ પ્રારંભિક સેશનમાં 540.64 અંક અથવા 1.29 ટકાના વધારા સાથે 42,433.70 અંક પર ટ્રેડ કરી રહ્યો હતો.

રેકોર્ડની નવી ઊંચાઈએ ખુલ્યું શેરબજાર, સેન્સેક્સમાં નોંધાયો 650 સંખ્યાનો ઊછાળો
રેકોર્ડની નવી ઊંચાઈએ ખુલ્યું શેરબજાર, સેન્સેક્સમાં નોંધાયો 650 સંખ્યાનો ઊછાળો

By

Published : Nov 9, 2020, 4:17 PM IST

  • સોમવારે નવી ઊંચાઈએ ખુલ્યું શેરબજાર
  • સેન્સેક્સમાં 650 અંકનો ઊછાળો
  • આઈસીઆઈસીઆઈ બેન્ક સૌથી આગળ

મુંબઈઃ વૈશ્વિક બજારોથી સકારાત્મક સંકેત મળવા અને વિદેશથી રોકાણ આવવા પર સોમવારે કારોબારની શરૂઆતમાં મુંબઈ શેર બજારનો સુચકાંક 650 અંકના જોરદાર ઊછાળા સાથે 42,566.34 સંખ્યાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. વિદેશી નાણાનો પ્રવાહ વધવાથી ધંધાની શરૂઆતમાં સંવેદનાત્મક સુચકાંક 627.21 સંખ્યા એટલે કે 1.50 સંખ્યા વધીને 42,520.27 સંખ્યા પર પહોંચી ગયો હતો. આ પહેલા તે 42,566.34 સંખ્યાના રેકોર્ડ સ્તરને પાર કરી ચૂક્યો છે.

શુક્રવારે બીએસઈ 1.34 ટકા ઊંચું રહીને બંધ રહ્યું

આ પહેલાં નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી સુચકાંક પણ કારોબારની શરૂઆતમાં 178 અંક એટલે કે 1.45 ટકા વધીને 12,441.55 પર ટ્રેડ કરી રહ્યો હતો. જોકે આ દરમિયાન નિફ્ટિ 12,451.80 સંખ્યાને અડી ચૂક્યું હતું. સેન્સેક્સમાં સામેલ તમામ કંપનીઓના શેર ઊંચી કિંમતે ચાલી રહ્યા હતા. આઈસીઆઈસીઆઈ બેન્ક લગભગ 3 ટકા વધારા સાથે આગળ રહ્યો હતો. ઈન્ફોસીસ, એચસીએલ ટેક, એક્સીસ બેન્ક, ભારતીય એરટેલ અને બજાજ ફાઈનાન્સમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી હતી. ગયા શુક્રવારે બીએસઈ સેન્સેક્સ 552.90 સંખ્યા એટલે કે 1.34 ટકા ઊંચું રહીને 41,893.06 સંખ્યા પર બંધ રહ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details