ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market Live: ત્રીજા દિવસે મજબૂત શરૂઆત, સેન્સેક્સ 633 પોઈન્ટ ઉછળી 58,000ની નજીક પહોંચ્યો - Stock Market News

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજારની (Stock Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 633.10 પોઈન્ટ (1.11 ટકા)ના ઉછાળા સાથે 57,697.97ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 198.10 પોઈન્ટ (1.17 ટકા)ની મજબૂતી સાથે 17,181.30ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

Stock Market Live: ત્રીજા દિવસે મજબૂત શરૂઆત, સેન્સેક્સ 633 પોઈન્ટ ઉછળી 58,000ની નજીક પહોંચ્યો
Stock Market Live: ત્રીજા દિવસે મજબૂત શરૂઆત, સેન્સેક્સ 633 પોઈન્ટ ઉછળી 58,000ની નજીક પહોંચ્યો

By

Published : Dec 1, 2021, 10:02 AM IST

  • વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળ્યા
  • ભારતીય શેર બજારની (Stock Market India) મજબૂત શરૂઆત
  • સેન્સેક્સ 633 અને નિફ્ટી 198 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. તેના કારણે આજે (બુધવારે) સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેર બજારની (Stock Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 633.10 પોઈન્ટ (1.11 ટકા)ના ઉછાળા સાથે 57,697.97ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 198.10 પોઈન્ટ (1.17 ટકા)ની મજબૂતી સાથે 17,181.30ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આજે આ સ્ટોક ચર્ચામાં રહેશે

આજે દિવસભર મારુતિ (Maruti), એફએનઓ (FNO), ફર્ટિલાઈઝર શેર્સ (Fertilisers Shares), અલ્ટ્રાટેક સિમેન્ટ (Ultratech Cement), ઝોમેટો (Zomato), એનએમડીસી (NMDC) જેવા શેર્સ ચર્ચામાં રહેશે.

એશિયન માર્કેટમાં મિશ્ર વેપાર

વૈશ્વિક બજારની (World Stock Market) વાત કરીએ તો, આજે એશિયાઈ બજારમાં (Asian Market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 86 પોઈન્ટ ઉછળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.81 ટકાના વધારા સાથે 28,047.62ની આસપાસ વેપાર કરી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 1.50 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તો તાઈવાનનું બજાર 0.28 ટકાના ઉછાળા સાથે 17,476.90ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 1.41 ટકાના ઉછાળા સાથે 23,805.65ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં 1.69 ટકા અને શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.05 ટકાનો સામાન્ય ઉછાળો જોવા મળ્યો છે.

આ પણ વાંચો-Tega Industries IPO: ટેગા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો IPO 1 ડિસેમ્બર, 2021ના રોજ ખુલશે

આ પણ વાંચો-16 તણાવગ્રસ્ત સહકારી બેન્કોના ગ્રાહકોને મળશે 5 લાખ રૂપિયા જમા વીમા કવચ

ABOUT THE AUTHOR

...view details