ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: મજબૂત શરૂઆત સાથે આવી તેજી, સેન્સેક્સ 467 પોઈન્ટ ઉછળ્યો - World Stock Market

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) શરૂઆત મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે સેન્સેક્સ (Sensex) 467.34 પોઈન્ટ (0.81 ટકા)ની મજબૂતી સાથે 58,255.37ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 134.10 પોઈન્ટ (0.78 ટકા)ની તેજી સાથે 17,355.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: મજબૂત શરૂઆત સાથે આવી તેજી, સેન્સેક્સ 467 પોઈન્ટ ઉછળ્યો
Stock Market India: મજબૂત શરૂઆત સાથે આવી તેજી, સેન્સેક્સ 467 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Dec 16, 2021, 9:35 AM IST

  • વૈશ્વિક બજાર તરફથી સારા સંકેત મળી રહ્યા છે
  • આજે ચોથા દિવસે સ્ટોક માર્કેટની મજબૂત શરૂઆત
  • સેન્સેક્સ 467.34 અને નિફ્ટી 134.10 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે, જેના કારણે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) શરૂઆત પણ મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 467.34 પોઈન્ટ (0.81 ટકા)ની મજબૂતી સાથે 58,255.37ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 134.10 પોઈન્ટ (0.78 ટકા)ની તેજી સાથે 17,355.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-Manish Maheshwari Resigns: ટ્વિટર ઇન્ડિયાને મનીષ મહેશ્વરીએ કહ્યું અલવિદા, શિક્ષણ ક્ષેત્રે કામ કરવા લીધો નિર્ણય

વૈશ્વિક બજાર પર એક નજર

આજે એશિયન માર્કેટમાં મજબૂતી સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે એસજીએક્સ નિફ્ટીમાં (SGX Nifty) 109 પોઈન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 1.56 ટકાના વધારા સાથે 28,904.25ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.10 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.53 ટકાના વધારા સાથે 17,753.88ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ સાથે જ હેંગસેંગ 0.61 ટકાના ઘટાડા સાથે 23,278.81ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં 0.29 ટકા અને શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.38 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-Telecom Regulatory Authority of India: ડાઉનલોડમાં Jio, અપલોડ્સમાં વોડાફોન આઈડિયા ટોચ પર

આજે આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં

આજે દિવસભર વોડાફોન આઈડિયા (Vodafone Idea) અને યસ બેન્ક (Yes Bank) આ બંને કંપનીના સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

ABOUT THE AUTHOR

...view details