ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: પહેલા દિવસે શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 732 પોઈન્ટ તૂટ્યો - Stock Market India News

સપ્તાહના પહેલા જ દિવસે ભારતીય શેરબજારની (Stock Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 732.90 પોઈન્ટ (1.31 ટકા)ના ઘટાડા સાથે 55,125.62ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 211 પોઈન્ટ (1.27 ટકા) તૂટીને 16,447.40ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: પહેલા દિવસે શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 732 પોઈન્ટ તૂટ્યો
Stock Market India: પહેલા દિવસે શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 732 પોઈન્ટ તૂટ્યો

By

Published : Feb 28, 2022, 10:01 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પહેલા જ દિવસે ભારતીય શેરબજારની (Stock Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 732.90 પોઈન્ટ (1.31 ટકા)ના ઘટાડા સાથે 55,125.62ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 211 પોઈન્ટ (1.27 ટકા) તૂટીને 16,447.40ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-RBIના પૂર્વ ડેપ્યુટી ગવર્નરે કહ્યું- ક્રિપ્ટોકરન્સી જુગાર જેવી છે, સાવચેત રહો

આજે આ શેર ચર્ચામાં રહેશે

આજે દિવસભર ભારતી ઈન્ડસ ટાવર (Bharti/Indus Tower), બાયોકોન (Biocon), એસજેવીએન (SJVN), ડ્રેગિંગ કોર્પ (Dredging Corp), શ્રીરામ ટ્રાન્સપોર્ટ (Shriram Transport), કોલ ઈન્ડિયા (Coal India), સિપ્લા (Cipla), પીએફસી (PFC), અદાણી પાવર (Adani Power), રિયલ એસ્ટેટ (Real Estate) જેવા શેર ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો-Explained: ભારતમાં GDPની ગણતરી કરવામાં 3 વર્ષ કેમ થાય છે?

વૈશ્વિક બજારની સ્થિતિ

આજે એશિયન બજારમાં (Asian Market) નબળાઈ સાથે વેપાર થઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી 105 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ 0.31 ટકાના ઘટાડા સાથે 26,393.42ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 1.46 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો હેંગસેંગ 1.48 ટકાના ઘટાડા સાથે 22,429.64ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. આ સાથે જ કોસ્પીમાં ફ્લેટ વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.30 ટકા તૂટીને 3,441.12ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details