ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: છેલ્લા દિવસે પણ શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 55,000ની નીચે ગગડ્યો

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત ઘટાડા સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 704.11 પોઈન્ટ (1.28 ટકા)ના ઘટાડા સાથે 54,398.57ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 201.60 પોઈન્ટ (1.21 ટકા)ના ઘટાડા સાથે 16,296.65ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: છેલ્લા દિવસે પણ શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 55,000ની નીચે ગગડ્યો
Stock Market India: છેલ્લા દિવસે પણ શેરબજારની નબળી શરૂઆત, સેન્સેક્સ 55,000ની નીચે ગગડ્યો

By

Published : Mar 4, 2022, 9:48 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. આ તમામની વચ્ચે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજારની (Stock Market India) શરૂઆત ઘટાડા સાથે થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 704.11 પોઈન્ટ (1.28 ટકા)ના ઘટાડા સાથે 54,398.57ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 201.60 પોઈન્ટ (1.21 ટકા)ના ઘટાડા સાથે 16,296.65ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-Knight frank India Report: અબજોપતિઓની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે

વૈશ્વિક બજારની સ્થિતિ

આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 243.50 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ 2.09 ટકાના ઘટાડા સાથે 26,020.60ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.50 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. આ સાથે જ તાઈવાનનું બજાર 0.55 ટકાના ઘટાડા સાથે 17,835.42ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 2.28 ટકાના ઘટાડા સાથે 21,954.43ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કોસ્પીમાં 1.17 ટકા તૂટીને વેપાર કરી રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.26 ટકાના ઘટાડા સાથે 3,472.16ના સ્તર પર વેપાર કરી રહ્યું છે.

આ પણ વાંચો-Gujarat Budget 2022: ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 7030 કરોડની જોગવાઈ, યુવાનો માટે રોજગારીનું આયોજન

આ શેરમાં રોકાણ કરશો તો થશે ફાયદો

વોડાફોન આઈડિયા (Vodafone Idea), એમ એન્ડ એમ ફાઈનાન્શિયલ સર્વિસીઝ (M&M Financial Services), ગાબરિલ ઈન્ડિયા (Gabriel India), સ્ટવક્રાફ્ટ (Stovekraft), કોલ ઇન્ડિયા (Coal India) જેવા શેરમાં રોકાણ કરશો તો ફાયદો થશે.

ABOUT THE AUTHOR

...view details