અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે.ત ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજારની (Stock Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 135.20 પોઈન્ટ (0.23 ટકા)ના ઘટાડા સાથે 57,756.81ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 39.60 પોઈન્ટ (0.23 ટકા) તૂટીને 17,265ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે.
આ પણ વાંચો-ક્રિપ્ટોકરન્સી: નાણાપ્રધાને કહ્યું, ટેક્સ લેવાનો સરકારનો અધિકાર
આ શેર ચર્ચામાં રહેશે
આજે દિવસભર એચએએલ (HAL), લ્યૂપિન (Lupin), પનાસિઆ બાયો (Panacea BIO), બજાજ ઓટો (Bajaj Auto), ટોરેન્ટ પાવર (Torrent Power) જેવા શેર ચર્ચામાં રહેશે.
આ પણ વાંચો-Financial Planning for New Couples: લગ્ન કરીને નવું જીવન શરૂ કર્યાના તુરંત બાદ પ્રથમ આ વસ્તુ કરો...
વૈશ્વિક બજારની સ્થિતિ
સપ્તાહના છેલ્લા દિવસે વૈશ્વિક બજારમાં (World Stock Market) નબળા સંકેત જોવા મળી રહ્યા છે. તો આજે એશિયન બજારમાં ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 17 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.51 ટકાના ઘટાડા સાથે 27,094.16ની આસપાસ જોવા મળી રહ્યું છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.03 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તો તાઈવાનનું બજાર 0.42 ટકાના ઘટાડા સાથે 18,192.57ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.56 ટકાના ઘટાડા સાથે 24,653.55ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ સાથે જ કોસ્પીમાં 0.35 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.03 ટકાના વધારા સાથે 3,466.98ના સ્તર પર જોવા મળી રહ્યો છે.