અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેર બજારની (Stock Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.21 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 353.58 પોઈન્ટ (0.63 ટકા)ના ઘટાડા સાથે 56,759.42ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 103.60 પોઈન્ટ (0.62 ટકા)ના વધારા સાથે 16,946.40ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો-ક્રિપ્ટોકરન્સી: નાણાપ્રધાને કહ્યું, ટેક્સ લેવાનો સરકારનો અધિકાર
આજે આ શેર ચર્ચામાં રહેશે
આજે દિવસભર કિપ્લા (Cipla), વેદાન્તા (Vedanta), રિલાયન્સ ઈન્ડ (Reliance Ind), ઈક્વિટાસ એસએફબી (Equitas SFB), ગોદરેજ કન્ઝ્યૂમર (Godrej Consumer), ભેલ (BHEL), કેડિલા હેલ્થ (Cadila Health) જેવી કંપનીના શેર ચર્ચામાં રહેશે.
આ પણ વાંચો-Financial Planning for New Couples: લગ્ન કરીને નવું જીવન શરૂ કર્યાના તુરંત બાદ પ્રથમ આ વસ્તુ કરો...
વૈશ્વિક બજાર પર નજર
આ તમામની વચ્ચે આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 119 પોઈન્ટ ઉછળ્યો રહ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.27 ટકાના ઘટાડા સાથે 27,006.66ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.02 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.44 ટકાના વધારા સાથે 18,077.15ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.30 ટકાના ઘટાડા સાથે 24,482.06ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સાથે જ કોસ્પીમાં ફ્લેટ વેપાર જોવા મળી રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.28 ટકાના વધારા સાથે 3,438.51ના સ્તર પર જોવા મળી રહ્યું છે.