- વૈશ્વિક બજાર તરફથી સારા સંકેત મળી રહ્યા છે
- ભારતીય શેર બજારની મજબૂત શરૂઆત
- સેન્સેક્સ 679.57 અને નિફ્ટી 161.25 પોઈન્ટ ઉછળ્યો
અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે RBI પોલિસી પહેલા ભારતીય શેર બજારની (Stock Market India) મજબૂત શરૂઆત કરી છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 679.57 પોઈન્ટ (1.18 ટકા)ના વધારા સાથે 58,313.22ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 161.25 પોઈન્ટ (0.94 ટકા)ની મજબૂતી સાથે 17,337.95ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો-MapMyIndia In Capital Market: સી. ઈ. ઇન્ફો સિસ્ટમ્સ લિમિટેડનો IPO 09 ડિસેમ્બરે ખૂલશે
આજે આ સ્ટોક ચર્ચામાં રહેશે
આજે દિવસભર રિલાયન્સ (Reliance), નાયકા (Nykaa), હિન્દુસ્તાન ઝિન્ક (Hindustan Zinc), પ્રકાશ ઈન્ડસ્ટ્રીઝ (Prakash Industries), એડીએફ ફૂડ્સ (ADF Foods), જેબીએમ (JBM), ન્યૂગન કેમિકલ્સ (Neogen Chemicals), જેએસપીએલ (JSPL), પોલિપ્લેક્સ કોર્પ (Polyplex Corp), પ્રેજ ઈન્ડસ્ટ્રીઝ (Praj Industries) સ્ટોક ચર્ચામાં રહેશે.
આ પણ વાંચો-Corona Effect on Office Market: ભારતના ઓફિસ માર્કેટને કોવિડ પહેલાના સ્તરે પહોંચવામાં બે વર્ષ લાગશેઃ કોલિયર્સ
વૈશ્વિક બજાર પર એક નજર
વૈશ્વિક બજારની (World Stock Market) વાત કરીએ તો, આજે એશિયન માર્કેટમાં વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 123 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 1.12 ટકાના વધારા સાથે 28,774.05ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.27 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તાઈવાનના બજારમાં 0.69 ટકાના વધારા સાથે 17,916.99ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. જ્યારે હેંગસેંગ 0.10 ટકાના વધારા સાતે 24,008.05ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં 0.90 ટકાના વધારા સાથે વેપાર થઈ રહ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.31 ટકાના વધારા સાથે 3,606.41ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે.