ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: બીજા દિવસે માર્કેટની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 59,000ને પાર - વૈશ્વિક સ્ટોક માર્કેટ

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે સેન્સેક્સ (Sensex) 132.24 પોઈન્ટ (0.22 ટકા)ના વધારા સાથે 59,315.46ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 55.70 પોઈન્ટ (0.32 ટકા)ની મજબૂતી સાથે 17,681.40ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે.

Stock Market India: બીજા દિવસે માર્કેટની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 59,000ને પાર
Stock Market India: બીજા દિવસે માર્કેટની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 59,000ને પાર

By

Published : Jan 4, 2022, 10:04 AM IST

અમદાવાદઃ વૈશ્વિક સ્ટોક માર્કેટ (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે)ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.16 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 132.24 પોઈન્ટ (0.22 ટકા)ના વધારા સાથે 59,315.46ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 55.70 પોઈન્ટ (0.32 ટકા)ની મજબૂતી સાથે 17,681.40ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. આ સાથે જ નિફ્ટી ફરી એક વાર 18,000ની નજીક પહોંચ્યો છે.

આ પણ વાંચો-Investment in Year 2022: વર્ષ 2022માં સમજદારીપૂર્વક રોકાણ કરીને આ રીતે મેળવી શકો છો સમૃદ્ધ ડિવિડન્ડ, જાણો

આજે આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં

આજે દિવસભર હિન્દુસ્તાન ઝિન્ક (Hindustan Zinc), રેલટેલ (Railtel), હિન્દુજા ગ્લોબલ (Hinduja Global), હીરો (Hero), મારુતિ (Maruti), અજમેરા રિયલ્ટી (Ajmera Realty), ફાઈઝર (Pfizer), લેમન ટ્રી (Lemon Tree), એચડીએફસી (HDFC), વેદાન્તા (Vedanta), દિલીપ બિલ્ડકોન (Dilip Buildcon) જેવા સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો-Tax Saving Schemes: કર બચત રોકાણ કરવા માટે નાણાકીય વર્ષના અંતની રાહ ન જુઓ

વૈશ્વિક સ્ટોક માર્કેટ પર નજર

આજે એશિયન માર્કેટમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 0.11 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 1.38 ટકાના વધારા સાથે 29,188.16ની આસપાસ વેપાર કરી રહ્યું છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.82 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ તાઈવાનનું બજાર 0.97 ટકાના ઉછાળા સાથે 18,447.54ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.38 ટકા તૂટીને 23,186.59ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં 0.30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત શાંઘાઈ કોમ્પોઝિટ 0.78 ટકાના ઘટાડા સાથે 3,611.53ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details