ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: મોટા કડાકા સાથે શરૂ થયું શેર બજાર, સેન્સેક્સ 1,001 નિફ્ટી 234 પોઈન્ટ ગગડ્યો - Stock Market India News Update

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવાર) ભારતીય શેર બજાર (Stock Market India) મોટા ઘટાડા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Sensex) 1,001.61 પોઈન્ટ (1.74 ટકા)ના ઘટાડા સાથે 56,681.98ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 234.10 પોઈન્ટ (1.36 ટકા)ની નબળાઈ સાથે 16,972.55ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: મોટા કડાકા સાથે શરૂ થયું શેર બજાર, સેન્સેક્સ 1,001 નિફ્ટી 234 પોઈન્ટ ગગડ્યો
Stock Market India: મોટા કડાકા સાથે શરૂ થયું શેર બજાર, સેન્સેક્સ 1,001 નિફ્ટી 234 પોઈન્ટ ગગડ્યો

By

Published : Feb 22, 2022, 10:08 AM IST

અમદાવાદઃ યુક્રેન રશિયા વચ્ચે (Ukraine Russia Crisis) વધતા તણાવ વચ્ચે આજે ભારતીય શેર બજાર (Stock Market India) મોટા ઘટાડા સાથે શરૂ થયું છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 1,001.61 પોઈન્ટ (1.74 ટકા)ના ઘટાડા સાથે 56,681.98ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 234.10 પોઈન્ટ (1.36 ટકા)ની નબળાઈ સાથે 16,972.55ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-ઋણ યોજનાઓ: જેઓ જોખમ ઓછું રાખવા માંગે છે તેમના માટે આ સ્કીમ યોગ્ય

વૈશ્વિક બજારની સ્થિતિ

આજે એશિયન બજારમાં ભારે નબળાઈ જોવા મળી રહી છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 190 પોઈન્ટ નીચે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 1.80 ટકાના ઘટાડા સાથે 26,425.94ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં પણ 0.86 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 1.22 ટકાની નબળાઈ સાથે 17,999.68ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે હેંગસેંગ લગભગ 2 ટકાની નબળાઈ સાથે 23,692.54ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. તો કોસ્પીમાં 1.31 ટકાના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. આ સાથે જ શાંઘાઈ કોમ્પોઝિટ 0.50 ટકાની નબળાઈ સાથે 3,473.29ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો-Financial Planning for New Couples: લગ્ન કરીને નવું જીવન શરૂ કર્યાના તુરંત બાદ પ્રથમ આ વસ્તુ કરો...

આ સ્ટોકમાં રોકાણ કરશો તો થશે ફાયદો

મેટ્રોપોલિસ હેલ્થ કેર (Metropolis Health Care), ડો લાલ પેથલેબ્સ (Dr Lal Pathlabs), ક્રિષ્ના ડાયગ્નોસ્ટિક્સ (Krsna Diagonistics), ઓએનજીસી (ONGC), ઓઈલ (OIL), સેલન એક્સપ (Selan Exp.), એચઓઈસી (HOEC), ગેલ (GAIL) જેવા સ્ટોક્સમાં રોકાણ કરશો તો ફાયદો થશે.

ABOUT THE AUTHOR

...view details