ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: સામાન્ય વધારા સાથે શરૂ થયું સ્ટોક માર્કેટ, સેન્સેક્સ 52 અને નિફ્ટી 17 પોઈન્ટ વધ્યો - ભારતીય સ્ટોક માર્કેટ ન્યૂઝ

સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજારની (Stock Market India) શરૂઆત લીલા નિશાન પર થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે સેન્સેક્સ (Sensex) 52.77 પોઈન્ટ (0.09 ટકા)ના વધારા સાથે 61,275.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 17.35 પોઈન્ટ (0.10 ટકા)ના વધારા સાથે 18,273.10ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: સામાન્ય વધારા સાથે શરૂ થયું સ્ટોક માર્કેટ, સેન્સેક્સ 52 અને નિફ્ટી 17 પોઈન્ટ વધ્યો
Stock Market India: સામાન્ય વધારા સાથે શરૂ થયું સ્ટોક માર્કેટ, સેન્સેક્સ 52 અને નિફ્ટી 17 પોઈન્ટ વધ્યો

By

Published : Jan 17, 2022, 10:15 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજારની (Stock Market India) શરૂઆત લીલા નિશાન પર થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 52.77 પોઈન્ટ (0.09 ટકા)ના વધારા સાથે 61,275.80ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 17.35 પોઈન્ટ (0.10 ટકા)ના વધારા સાથે 18,273.10ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-Oil India Limited: ઓઈલ ઈન્ડિયા US શેલ ઓઈલ ઉધોગમાંથી નીકળી બહાર

આ સ્ટોક્સ ચર્ચામાં રહેશે

આજે દિવસભર એસચીએલ ટેક (HCL Tech), ઈવી (EV), હીરો મોટોકોર્પ (Hero Motocorp), આરઆઈએલ (RIL), એમ એન્ડ એમ (M&M), અમારા રાજા (Amara Raja), એક્સાઈડ (Exide), ઓટો એન્સિલરી (Auto ancillary), મારુતિ (Maruti), આઈઓસી (IOC), દાલમિયા ભારત સિમેન્ટ (Dalmia Bharat Cement), જેકે પેપર (JK Paper) સ્ટોક્સ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો-મોદી સરકારનું અર્થતંત્ર ચિંતાજનક, મોંઘવારી-બેરોજગારી વધી, માંગ ઘટી : કૌશિક બસુ

વૈશ્વિક બજારની સ્થિતિ

સપ્તાહના પહેલા દિવેસ વૈશ્વિક બજારમાં (World Stock Market) સુસ્ત સંકેત મળી રહ્યા છે. આ તમામની વચ્ચે એશિયન સ્ટોક માર્કેટમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 69.50 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.69 ટકાના વધારા સાથે 28,318.54ની આસપાસ જોવા મળી રહ્યા છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.16 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. તો તાઈવાનનું બજાર 0.65 ટકાના ઉછાળા સાથે 18,523.68ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 0.67 ટકાના ઘટાડા સાથે 24,219.71ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો આ તરફ કોસ્પીમાં 1.20 ટકાના ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.31 ટકાના વધારા સાથે 3,532.19ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો આજે ડાઉ ફ્યૂચર્સ પણ ઘટાડા સાથે વેપાર કરી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details