ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: શેર બજારમાં જોવા મળી નિરાશા, સેન્સેક્સ 145 નિફ્ટી 30 પોઈન્ટ ઘટ્યો

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેર બજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 145.37 પોઈન્ટ (0.25 ટકા) તૂટીને 57,996.68ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 30.25 પોઈન્ટ (0.17 ટકા)ના ઘટાડા સાથે 17,400ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: શેર બજારમાં જોવા મળી નિરાશા, સેન્સેક્સ 145 નિફ્ટી 30 પોઈન્ટ ઘટ્યો
Stock Market India: શેર બજારમાં જોવા મળી નિરાશા, સેન્સેક્સ 145 નિફ્ટી 30 પોઈન્ટ ઘટ્યો

By

Published : Feb 16, 2022, 3:54 PM IST

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ઉછાળા સાથે શરૂ થયેલું ભારતીય શેર બજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 145.37 પોઈન્ટ (0.25 ટકા) તૂટીને 57,996.68ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 30.25 પોઈન્ટ (0.17 ટકા)ના ઘટાડા સાથે 17,400ના સ્તર પર બંધ થયો છે. આજના વેપારમાં ઓટો, આઈટી, પાવર, તેલ ગેસ શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જ્યારે રિયલ્ટી, ફાર્મા, તેલ ગેસ શેરમાં ખરીદી ભારી રહી હતી.

આ પણ વાંચો-Financial Planning for New Couples: લગ્ન કરીને નવું જીવન શરૂ કર્યાના તુરંત બાદ પ્રથમ આ વસ્તુ કરો...

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેરની વાત કરીએ તો, ડિવાઈસ લેબ્સ (Divis Labs) 3.22 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 2.80 ટકા, ઓએનજીસી (ONGC) 2.68 ટકા, આઈઓસી (IOC) 2.32 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) 2.22 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર પર નજર કરીએ તો, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) -3.51 ટકા, એનટીપીસી (NTPC) -1.59 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) -1.55 ટકા, એસબીઆઈ (SBI) -1.54 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) -1.53 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-RBI MPC Meeting 2022: RBIએ દરોમાં કોઈ ફેરફાર ન કર્યો, રેપો રેટ સતત 10મી વખત 4 ટકા પર યથાવત્

LIC ઝડપથી FTSE, Sensex અને NIFTYમાં શામેલ થાય તેવી શક્યતા નહીવત્

ભારતીય જીવન વીમા નિગમ (LIC) લિસ્ટિંગ પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) અને ટીસીએસ (TCS) જેવી મોટી કંપનીઓની યાદીમાં સામેલ થશે. પરંતુ તેના એફટીએસઈ (FTSE), સેન્સેક્સ (Sensex) અને નિફ્ટી (Nifty)માં ટૂંક જ સમયમાં સામેલ થવાની આશા નથી.

ABOUT THE AUTHOR

...view details