ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: શેર બજારમાં તેજી યથાવત્, સેન્સેક્સ 58,000ને પાર - ભારતીય શેર બજાર સમાચાર અપડેટ

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજારની (Stock Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે સેન્સેક્સ (Sensex) 196.07 પોઈન્ટ (0.34 ટકા)ના વધારા સાથે 58,662.04ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 49.95 પોઈન્ટ (0.28 ટકા)ના ઉછાળા સાથે 17,513.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: શેર બજારમાં તેજી યથાવત્, સેન્સેક્સ 58,000ને પાર
Stock Market India: શેર બજારમાં તેજી યથાવત્, સેન્સેક્સ 58,000ને પાર

By

Published : Feb 10, 2022, 10:03 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજારની (Stock Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 196.07 પોઈન્ટ (0.34 ટકા)ના વધારા સાથે 58,662.04ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 49.95 પોઈન્ટ (0.28 ટકા)ના ઉછાળા સાથે 17,513.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-Improve Credit Score: જો તમારે ક્રેડિટ સ્કોર સુધારવો છે?, તો આટલું કરો...

વૈશ્વિક બજારની સ્થિતિ

આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 27 પોઈન્ટના વધારા સાથે જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.07 ટકાના વધારા સાથે 27,598.11ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.28 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. જ્યારે તાઈવાનનું બજાર 0.13 ટકાના ઉછાળા સાથે 18,174.56ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. આ સાથે જ હેંગસેંગ 0.17 ટકાના ઘટાડા સાથે 24,788.17ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં ફ્લેટ વેપાર થઈ રહ્યો છે. બીજી તરફ શાંઘાઈ કોમ્પોઝિટ 0.12 ટકાના વધારા સાથે 3,484.01ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-Benefits of Equity Linked Savings Scheme: જાણો, ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કિમ અને તેના ફાયદા

આજે ચર્ચામાં રહેનારા શેર્સ

આજે દિવસભર હીરો મોટોકોર્પ (Hero Motocorp), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (Mahindra and Mahindra), હિન્દલ્કો ઈન્ડસ્ટ્રીઝ (Hindalco Industries), ઝોમેટો (Zomato), એબીબી ઈન્ડિયા (ABB India), અમારા રાજા બેટરીઝ (Amara Raja Batteries), ભારત ફોર્જ (Bharat Forge), ગુજરાત પીપાવાવ પોર્ટ (Gujarat Pipavav Port) જેવી કંપનીના શેર્સ ચર્ચામાં રહેશે.

ABOUT THE AUTHOR

...view details