અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 778.38 પોઈન્ટ (1.38 ટકા)ના ઘટાડા સાથે 55,468.90ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 187.95 પોઈન્ટ (1.12 ટકા) તૂટીને 16,605.95ના સ્તર પર બંધ થયો છે. જોકે, આજના વેપારમાં ઓટો, બેન્કિંગ, ફાર્મા, રિયલ્ટી, FMCG, IT શેર પર વેચવાલી જોવા મળી હતી. જ્યારે મેટલ, પાવર, એનર્જી, તેલ ગેસ શેર્સમાં તેજી જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃરશિયામાં નિકાસ માટે વીમા કવરેજ પાછું ખેંચ્યું નથી: ECGC
સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર
આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેરની વાત કરીએ તો, કોલ ઈન્ડિયા (Coal India) 8.99 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) 7.19 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યો (SBI Life Insura), ટાટા સ્ટીલ (Tata Steel), હિન્દલ્કો (Hindalco) 4.59 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર પર નજર કરીએ તો, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) -6.01 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs) -5.17 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) -4.59 ટકા, બજાજ ઓટો (Bajaj Auto) -4.48 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) -4.30 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચોઃKnight frank India Report: અબજોપતિઓની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે
આ કારણે તૂટી રહ્યું છે શેરબજાર
- રશિયા અને યુક્રેનનું યુદ્ધ
- ક્રુડની કિંમતોમાં આવેલો ઉછાળો
- બાંડ યિલ્ડ્સ અને રેડ હાઈક
- નબળી GDP
- નબળા વૈશ્વિક સંકેત