ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: બીજા દિવસે શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સ 53,000 નિફ્ટી 16,000ને પાર પહોંચ્યો - ભારતીય શેરબજાર ન્યૂઝ

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 581.34 પોઈન્ટ (1.10 ટકા)ના વધારા સાથે 53,424.09ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 150.30 પોઈન્ટ (0.95 ટકા)ની મજબૂતી સાથે 16,013.45ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: બીજા દિવસે શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સ 53,000 નિફ્ટી 16,000ને પાર પહોંચ્યો
Stock Market India: બીજા દિવસે શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સ 53,000 નિફ્ટી 16,000ને પાર પહોંચ્યો

By

Published : Mar 8, 2022, 3:56 PM IST

અમદાવાદઃ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આ સાથે જ બીજા દિવસે શેરબજારમાં (Stock Market India) તેજી પરત આવી છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 581.34 પોઈન્ટ (1.10 ટકા)ના વધારા સાથે 53,424.09ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 150.30 પોઈન્ટ (0.95 ટકા)ની મજબૂતી સાથે 16,013.45ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો-Health Insurance for Senior Citizens: સૌથી સારી વીમા પોલિસી કેવી રીતે પસંદ કરવી, જાણો

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર

સૌથી વધુ ઉંચકાયેલા શેરની વાત કરીએ તો, આઈઓસી (IOC) 4.28 ટકા, સન ફાર્મા (Sun Pharma) 3.93 ટકા, ટાટા કન્સ્ટ. પ્રોડ (Tata Cons. Prod) 3.61 ટકા, ટીસીએસ (TCS) 3.30 ટકા, સિપ્લા (Cipla) 3.02 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર પર નજર કરીએ તો, હિન્દલ્કો (Hindalco) -4.81 ટકા, ઓએનજીસી (ONGC) -4.20 ટકા, ટાટા સ્ટિલ (Tata Steel) -1.73 ટકા, બ્રિટેનિયા (Britannia) -1.26 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) -1.15 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-રશિયા-યુક્રેનના યુદ્ધે રૂપિયાને લીધો ભરડામાં, ડોલરે માર્યો કૂદકો

RBI આ વર્ષે લોન્ચ કરી શકે છે ડિજિટલ કરન્સી

બેંગ્લોરમાં આજે ડિજિટલ ગ્લોબલ ફોરમ 2022 યોજાઈ હતી. તેમાં કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, RBI આ વર્ષે પોતાની ડિજિટલ કરન્સી લોન્ચ કરશે. તેમણે એ પણ કહ્યું હતું કે, અમે RBIની સાથે ડિજિટલ કરન્સી અંગે અનેક વાર ચર્ચા વિચારણા કરી છે. અમારું માનવું છે કે, RBIને પોતાની ડિજિટલ કરન્સી દેશની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પોતાની હિસાબે ડિઝાઈન કરવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details