અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 1,328.61 પોઈન્ટ (2.44 ટકા)ના ઉછાળા સાથે 55,858.52ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 410.45 પોઈન્ટ (2.53 ટકા)ની મજબૂતી સાથે 16,658.40ના સ્તર પર બંધ થયો છે.
આજે ખેલાડીઓએ માર્ચ કોન્ટ્રાક્ટમાં નવી પોઝિશન બનાવી
આજે સપ્તાહનો છેલ્લો દિવસ હતો. રશિયા અને યુક્રેનના યુદ્ધના (Russia Ukraine War) કારણે માર્કેટમાં (Stock Market India) ભારે વેચવાલીથી માર્કેટ હાઈલી ઓવરસોલ્ડ હતું. પરિણામે આજે નીચા મથાળે મોટા પાયે વેચાણ કાપણી આવી હતી. ફેબ્રુઆરી ફ્યૂચર એન્ડ ઓપ્શન પૂરા થયા છે અને આજે માર્ચ ફ્યૂચર ઓપ્શન કોન્ટ્રાક્ટનો પહેલો દિવસ હતો. પરિણામે આજે ખેલાડીઓએ માર્ચ કોન્ટ્રાક્ટમાં નવી પોઝિશન બનાવી હતી. બ્યૂચિપ શેરોમાં નીચા મથાળે ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલીની પૂછપરછ પણ જોવા મળી હતી. સામે સ્થાનિક નાણા સંસ્થાઓની ટેકારૂપી લેવાલી આવી હતી. જેના કારણે આજે માર્કેટ પ્લસમાં બંધ રહ્યું હતું.
થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી વાજબી
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ગઈકાલે મોડી રાત્રે દેશના સંબોધનમાં જણાવ્યું હતું કે, અમેરિકા યુક્રેનમાં તેની સેના નહીં મોકલે. જે નિવેદનની સ્ટોક માર્કેટ (Stock Market India) પર પોઝિટિવ અસર પડી હતી. જોકે, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ (Russia Ukraine War) કેટલું લાંબુ ચાલશે. તે અનિશ્ચિત છે. પરિણામે બજારમાં હાલ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી વધુ વાજબી છે. તેમ જ નવી ખરીદી માટે પણ સાવચેતી રાખવી જોઈએ.
આ પણ વાંચોઃUkraine Russia Crisis : રશિયા યુક્રેનના યુદ્ધથી ભારતમા થઇ શકે છે આ જીવનજરૂરી વસ્તુઓ મોઘી