ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: દિવસભરની તેજી બાદ મજબૂતી સાથે બંધ થયું માર્કેટ, સેન્સેક્સ 611 પોઈન્ટ ઉછળ્યો - સ્ટોક માર્કેટ ન્યૂઝ

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) સતત બીજી વખત ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 611.55 પોઈન્ટ (1.09 ટકા)ના વધારા સાથે 56,930.56ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 184.60 પોઈન્ટ (1.10 ટકા)ના ઉછાળા સાથે 16,955.45ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: દિવસભરની તેજી બાદ મજબૂતી સાથે બંધ થયું માર્કેટ, સેન્સેક્સ 611 પોઈન્ટ ઉછળ્યો
Stock Market India: દિવસભરની તેજી બાદ મજબૂતી સાથે બંધ થયું માર્કેટ, સેન્સેક્સ 611 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Dec 22, 2021, 4:00 PM IST

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) સતત બીજી વખત ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 611.55 પોઈન્ટ (1.09 ટકા)ના વધારા સાથે 56,930.56ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 184.60 પોઈન્ટ (1.10 ટકા)ના ઉછાળા સાથે 16,955.45ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ આજે દિવસભર સ્ટોક માર્કેટમાં (Stock Market India) તેજી જોવા મળી હતી, જેના કારણે રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો-Savings Tips 2021: ખર્ચા ઓછા કરી અને બચતની આદતોને વધારીને નાણાકીય ગેરવ્યવસ્થાને દૂર કરી શકાય છે

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સની વાત કરીએ તો, હિન્દલ્કો (Hindalco) 4.02 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) 3.73 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) 3.58 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 2.94 ટકા, આઈસર મોટર્સ (Eicher Motors) 2.90 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સની વાત કરીએ તો, પાવર ગ્રિડ કોર્પ (Power Grid Corp) -2.44 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) -0.96 ટકા, વિપ્રો (Wipro) -0.75 ટકા, આઈઓસી (IOC) -0.41 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) -0.38 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-Life Insurance Claim: વીમા પોલિસી જરૂરી છે, પણ ક્લેમ કેવી રીતે લેવો તે પણ જાણવું જરૂરી છે

ટેલિકોમ કંપનીઓને નવા વર્ષે મળી શકે છે ભેટ

ટેલિકોમ કંપનીઓ અને VSAT સર્વિસ પ્રોવાઈડર્સને નવા વર્ષે ન્યૂ યર ગિફ્ટ મળી શકે છે. નવા વર્ષ એટલે કે વર્ષ 2022માં ટેલિકોમ કંપનીઓ અને VSAT સર્વિસ પ્રોવાઈડર્સને સેટેલાઈટ બ્રોડબેન્ડ સેવાઓ આપવાની તક મળી શકે છે. સૂત્રોના મતે, ડિજિટલ કમ્યુનિકેશન કમિશન 31 ડિસેમ્બરે ટ્રાઈ (TRAI)ની ભલામણોને લીલી ઝંડી આપી શકે છે.

સેન્સેક્સઃ +611.55

ખૂલ્યોઃ 56,599.47

બંધઃ 56,930.56

હાઈઃ 56,989.01

લોઃ 56,471.03

NSE નિફ્ટી: +184.60

ખૂલ્યોઃ 16,686.55

બંધઃ 16,955.45

હાઈઃ 16,971.00

લોઃ 16,819.50

ABOUT THE AUTHOR

...view details