અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) ઉછાળા સાથે શરૂઆત થઈ છે. આજે સવારે 9.18 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 174.26 પોઈન્ટ (0.44 ટકા)ના વધારા સાથે 59,864.48ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 67.05 પોઈન્ટ (0.38 ટકા)ના ઉછાળા સાથે 17,812.95ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો-Delhi HC dismisses Subramanian Swamys PIL: દિલ્હી હાઈકોર્ટે AIની ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયાને રદ કરવાની માગ કરતી સુબ્રમણ્યમ સ્વામીની PIL ફગાવી
આજે આ સ્ટોક્સ ચર્ચામાં રહેશે
આજે દિવસભર ટાઈટન (Titan), ગોદરેજ કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ (Godrej Consumer Products), ઉજ્જિવાન એસએફબી (Ujjivan SFB), મેક્રોટેક ડેવલપર્સ (Macrotech Developers), ગુજરાત પીપાવાવ પોર્ટ (Gujarat Pipavav Port), એનસીએલ ઈન્ડસ્ટ્રીઝ (NCL Industries), હિન્દુજા ગ્લોબલ સોલ્યુશન્સ (Hinduja Global Solutions), અમારા રાજા બેટરીઝ (Amara Raja Batteries), એચસીએલ ટેકનોલોજીઝ (HCL Technologies), જીએમ બ્રેવરીઝ (GM Breweries), ઈન્ફો એજ (Info EDGE) જેવી કંપનીના સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.
આ પણ વાંચો-Invest in Digital Gold: ડિજિટલ ગોલ્ડ રોકાણનો સારો વિકલ્પ છે કે નહીં, નિષ્ણાતો શું કહે છે, જુઓ
વૈશ્વિક બજાર પર એક નજર
આજે એશિયન સ્ટોક માર્કેટમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 0.09 પોઈન્ટ ઉછળ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.33 ટકાના ઘટાડા સાથે 28,395.24ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.38 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે તાઈવાનનું બજાર 0.89 ટકાના ઘટાડા સાથે 18,203.67ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.62 ટકાના ઉછાળા સાથે 23,216.08ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.79 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ શાંઘાઈ કોમ્પોઝિટ 0.34 ટકાના વધારા સાથે 3,598.17ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો આ તરફ ડાઉ ફ્યૂચર્સ (Dow Futures)માં 70 પોઈન્ટની મજબૂતી જોવા મળી છે. જોકે, ગઈકાલે અમેરિકન સ્ટોક માર્કેટ નબળાઈ સાથે બંધ થયું હતું.