ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: છેલ્લા દિવસે શેર બજારમાં ધબડકો, સેન્સેક્સ 58,000 નિફ્ટી 18,000ની નીચે પહોંચ્યો

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજાર (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 59.04 પોઈન્ટ (0.10 ટકા)ના ઘટાડા સાથે 57,832.97ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 28.30 પોઈન્ટ (0.16 ટકા) તૂટીને 17,276.30ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: છેલ્લા દિવસે શેર બજારમાં ધબડકો, સેન્સેક્સ 58,000 નિફ્ટી 18,000ની નીચે પહોંચ્યો
Stock Market India: છેલ્લા દિવસે શેર બજારમાં ધબડકો, સેન્સેક્સ 58,000 નિફ્ટી 18,000ની નીચે પહોંચ્યો

By

Published : Feb 18, 2022, 3:59 PM IST

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજાર (Stock Market India) લાલ નિશાન એટલે કે ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 59.04 પોઈન્ટ (0.10 ટકા)ના ઘટાડા સાથે 57,832.97ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 28.30 પોઈન્ટ (0.16 ટકા) તૂટીને 17,276.30ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો-ક્રિપ્ટોકરન્સી: નાણાપ્રધાને કહ્યું, ટેક્સ લેવાનો સરકારનો અધિકાર

નિષ્ણાતોના મતે

વેલ્થસ્ટ્રીટના કો ફાઉન્ડર કુનાલ મેહતાએ (Wealthstreet co founder Kunal Mehta) ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુક્રેન મુદ્દે રશિયા અને નાટો વચ્ચે ઘર્ષણ ચાલુ છે, જે કોઈ પણ સ્થળે બજારો પર મોટી અસર ઉપજાવી શકે છે. ફેડ રેટ મુદ્દે ગુરુવારે બજારોને એક રાહત સાંપડી હતી. ફેડ રિઝર્વે તેની પખવાડિયા અગાઉની મિટિંગની મિનિટ્સમાં નોંધ્યું છે કે, તે મધ્યમ ગતિએ રેટ વૃદ્ધિ કરશે. આની પાછળ ઈક્વિટી સહિત ગોલ્ડ જેવી એસેટ્સને રાહત મળી છે. જોકે, જીઓ-પોલિટિકલ રિસ્ક ચાલુ રહેશે. તો બજાર એક દિશામાં સુધારો નહીં દર્શાવી શકે. ત્રીજા ક્વાર્ટરના પરિણામોની સિઝન લગભગ પૂરી થઈ છે.

બેન્કિંગ અને કોમોડિટીઝ કંપનીઓએ સારા પરિણામો દર્શાવ્યાઃ નિષ્ણાતો

વેલ્થસ્ટ્રીટના કો-ફાઉન્ડર કુનાલ મેહતાએ (Wealthstreet co founder Kunal Mehta) વધુમાં જણાવ્યું હતું કે, બેન્કિંગ અને કોમોડિટીઝ કંપનીઓએ સારા પરિણામો દર્શાવ્યા છે. જ્યારે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પર રોમટિરિયલ્સના ઊંચા ખર્ચની અસર જોવા મળી છે. આના કારણે જ વાર્ષિક ધોરણે નફાકારક્તા વધી છે, પરંતુ ત્રિમાસિક ધોરણે તેમાં સાધારણ ઘટાડો જોવા મળ્યો છે. યુક્રેન ઘટના પાછળ કોમોડિટિઝના ભાવમાં મજબૂતી જોવા મળી રહી છે. ખાસ કરીને એનર્જી પ્રોડક્ટ્સના ભાવ તેમની ઘણા વર્ષોની ટોચ પર પહોંચ્યાં છે, જેને જોતાં આગામી ક્વાર્ટર્સમાં પણ માર્જિન પર દબાણ જળવાયેલું રહેશે. જોકે, FMCG, સિમેન્ટ સહિતની કંપનીઓ છેલ્લાં મહિનાઓમાં ભાવ વૃદ્ધિ કરી વધેલી કોસ્ટને ઘણે અંશે વપરાશકારો પર પસાર કરી ચૂકી છે. આમ કોઈ નેગેટિવ સરપ્રાઈઝની શક્યતાં નથી રહેતી.

આ પણ વાંચો-RBI MPC Meeting 2022: RBIએ દરોમાં કોઈ ફેરફાર ન કર્યો, રેપો રેટ સતત 10મી વખત 4 ટકા પર યથાવત્

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેરની વાત કરીએ તો, કોલ ઈન્ડિયા (Coal India) 2.61 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) 2.14 ટકા, એચડીએફસી (HDFC) 1.22 ટકા, બજાજ ઓટો (Bajaj Auto) 0.97 ટકા, લાર્સન (Larsen) 0.77 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર પર નજર કરીએ તો, ઓએનજીસી (ONGC) -2.24 ટકા, સિપ્લા (Cipla) -2.06 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) -2.00 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) -1.84 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) -1.51 ટકા ગગડ્યા છે.

ABOUT THE AUTHOR

...view details