ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 174 પોઈન્ટ ગગડ્યો - World Stock Market

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજારની (Stock Market India) ફ્લેટ શરૂઆત થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે સેન્સેક્સ (Sensex) 174.42 પોઈન્ટ (0.30 ટકા)ની નબળાઈ સાથે 58,613.60ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 6.40 પોઈન્ટ (0.04 ટકા)ના વધારા સાથે 17,566.60ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

Stock Market India: સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 174 પોઈન્ટ ગગડ્યો
Stock Market India: સપ્તાહના છેલ્લા દિવસે શેર બજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 174 પોઈન્ટ ગગડ્યો

By

Published : Feb 4, 2022, 9:51 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે)ભારતીય શેર બજારની (Stock Market India) ફ્લેટ શરૂઆત થઈ છે. આજે સવારે 9.19 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 174.42 પોઈન્ટ (0.30 ટકા)ની નબળાઈ સાથે 58,613.60ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 6.40 પોઈન્ટ (0.04 ટકા)ના વધારા સાથે 17,566.60ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો-Two Wheeler Insurance : ટુ વ્હીલર વીમો તમારી સલામતી માટે છે જરૂરી, જાણો શું થશે ફાયદો...

વૈશ્વિક બજારની સ્થિતિ

આજે એશિયન બજારમાં (Asian Stock Market) મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 69.50 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 0.03 ટકાના ઘટાડા સાથે 27,233.83ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.17 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે હેંગસેંગ 2.40 ટકાના વધારા સાથે 24,373.33ના સ્તર પર નજર આવી રહ્યો છે. આ સાથે જ કોસ્પીમાં 0.89 ટકાની તેજી જોવા મળી રહી છે.

આ પણ વાંચો-Benefits of Equity Linked Savings Scheme: જાણો, ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કિમ અને તેના ફાયદા

આ સ્ટોક્સમાં રોકાણ કરશો તો થશે ફાયદો

આઈટીસી (ITC), ગોદફ્રે ફિલિપ્સ (Godfrey Phillips), બ્રિગેડ એન્ટરપ્રાઈઝ (Brigade Enterprises), મહિન્દ્રા લાઈફસ્પેસ ડેવેલપર્સ (Mahindra Lifespace Developers), ડિશમેન કાર્બોજન (Dishman Carbogen), ઓએનજીસી (ONGC), જ્યુબિલન્ટ ફૂડ (Jubilant Food) જેવા સ્ટોક્સમાં રોકાણ કરશો તો ફાયદો થશે.

ABOUT THE AUTHOR

...view details