અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે)ભારતીય શેર બજારમાં (Stock Market India) મોટો ધબડકો જોવા મળ્યો હતો. આજે ભારતીય શેર બજાર (Stock Market India) મોટા કડાકા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 1,747.08 પોઈન્ટ (3.00 ટકા) તૂટીને 56,405.84ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 531.95 પોઈન્ટ (3.06 ટકા)ના ઘટાડા સાથે 16,842.80ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ ફરી એક વાર 57,000 અને નિફ્ટી 17,000ની નીચે ગગડી ગયો છે.
ખરાબ વૈશ્વિક સંકેતોએ બગાડી ભારતીય શેર બજારની સ્થિતિ
ખરાબ વૈશ્વિક સંકેતોના (World Stock Market) કારણે ભારતીય શેર બજારને (Stock Market India) મોટું નુકસાન પહોંચ્યું છે. સપ્તાહના પહેલા જ દિવસે શેર બજારમાં (Stock Market India) ભારે ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે સેન્સેક્સ-નિફ્ટીમાં પણ આ વર્ષનો અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે પહેલી વખત નિફ્ટી 500 પોઈન્ટથી વધુ ગગ્ડો છે. બીજી તરફ BSEના તમામ સેક્ટર ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો આજે બેન્કિંગ, રિયલ્ટી, ઓટો, મેટલ શેરમાં ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. બીજી તરફ ફાર્મા, FMCG, તેલ-ગેસ શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો-ક્રિપ્ટોકરન્સી: નાણાપ્રધાને કહ્યું, ટેક્સ લેવાનો સરકારનો અધિકાર