ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: શેરબજારમાં બીજા દિવસે ગાબડું, સેન્સેક્સ 554 અને નિફ્ટી 195 પોઈન્ટ તૂટ્યો

આજે (મંગળવાર) સપ્તાહના બીજા દિવસે ભારતીય સ્ટોક માર્કેટમાં (Stock Market India) મોટું ગાબડું પડ્યું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 554.05 પોઈન્ટ (0.90 ટકા)ના ઘટાડા સાથે 60,754.86ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 195.05 પોઈન્ટ (1.07 ટકા) ગગડીને 18,113.05ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: બીજા દિવસે સ્ટોક માર્કેટમાં મોટું ગાબડું, સેન્સેક્સ 554 અને નિફ્ટી 195 પોઈન્ટ તૂટ્યો
Stock Market India: બીજા દિવસે સ્ટોક માર્કેટમાં મોટું ગાબડું, સેન્સેક્સ 554 અને નિફ્ટી 195 પોઈન્ટ તૂટ્યો

By

Published : Jan 18, 2022, 5:05 PM IST

અમદાવાદઃ આજે (મંગળવાર) સપ્તાહનો બીજો દિવસ ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) માટે મંગળ સાબિત થયો છે. કારણ કે, આજે ભારતીય સ્ટોક માર્કેટમાં (Stock Market India) મોટું ગાબડું પડ્યું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 554.05 પોઈન્ટ (0.90 ટકા)ના ઘટાડા સાથે 60,754.86ના સ્તર પર બંધ થયો છે. એટલે કે સેન્સેક્સ ફરી એક વાર 61,000ની નીચે પહોંચી ગયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 195.05 પોઈન્ટ (1.07 ટકા) ગગડીને 18,113.05ના સ્તર પર બંધ થયો છે.

આ પણ વાંચો-મોદી સરકારનું અર્થતંત્ર ચિંતાજનક, મોંઘવારી-બેરોજગારી વધી, માંગ ઘટી : કૌશિક બસુ

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સ પર નજર કરીએ તો, એક્સિસ બેન્ક (Axis Bank) 1.76 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) 0.51 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) 0.46 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs) 0.45 ટકા, કોટક મહિન્દ્રા (Kotak Mahindra) 0.24 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સની વાત કરીએ તો, ટાટા કન્સ્ટ. પ્રોડ (Tata Cons. Prod) -4.40 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) -4.24 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) -3.99 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) -3.80 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -3.58 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-Oil India Limited: ઓઈલ ઈન્ડિયા US શેલ ઓઈલ ઉધોગમાંથી નીકળી બહાર

સોનું ખરીદવાની સોનેરી તક

સોનું ખરીદવા ઈચ્છતા લોકો માટે સોનેરી તક આવી છે. કારણ કે, આજે સોનાની કિંમતમાં કોઈ ફેરફાર જોવા નથી મળ્યો. સોમવારે સાંજે જે રેટ પર ગોલ્ડનો ભાવ બંધ થયો હતો. મંગળવારે તે જ ભાવ પર ગોલ્ડનો રેટ ખૂલ્યો હતો. સોમવારની સાંજે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડનો રેટ 48,142 રૂપિયા પર બંધ થયો હતો. જ્યારે મંગળવારે 48,142ના રેટ પર ખૂલ્યો હતો. જોકે, ચાંદીના રેટમાં 91 રૂપિયાનો ઘટાડો આવ્યો હતો. તો આજે 23 કરેટ ગોલ્ડની સરેરાશ કિંમત 47,949 રૂપિયા રહી છે. જ્યારે 22 કેરેટ સોનાનો વર્તમાન ભાવ 44,098 રૂપિયા રહ્યો છે. બીજી તરફ બુલિયન માર્કેટમાં એક કિલો ચાંદીનો રેટ 61,668 રૂપિયા રહ્યો છે. તો ચાંદીનો રેટ ગઈકાલે 61,759 રૂપિયા પર બંધ થયો હતો.

ગ્રાફિક્સઃ

સેન્સેક્સઃ -554.05

ખૂલ્યોઃ 61,430.77

બંધઃ 60,754.86

હાઈઃ 61,475.15

લોઃ 60,662.57

NSE નિફ્ટીઃ -195.05

ખૂલ્યોઃ 18,337.20

બંધઃ 18,113.05

હાઈઃ 18,350.95

લોઃ 18,085.90

ABOUT THE AUTHOR

...view details