ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: છેલ્લા દિવસે બજારમાં કડાકો, સેન્સેક્સ 190 અને નિફ્ટી 68 પોઈન્ટ તૂટ્યો - Omicron Cases in India

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) સ્ટોક માર્કેટમાં (Stock Market India) કોઈ તેજી જોવા મળી નહતી. ત્યારે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 190.97 પોઈન્ટ (0.33 ટકા)ની નબળાઈ સાથે 57,124.31ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 68.85 પોઈન્ટ (0.40 ટકા)ના ઘટાડા સાથે 17,003.75ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: છેલ્લા દિવસે બજારમાં કડાકો, સેન્સેક્સ 190 અને નિફ્ટી 68 પોઈન્ટ તૂટ્યો
Stock Market India: છેલ્લા દિવસે બજારમાં કડાકો, સેન્સેક્સ 190 અને નિફ્ટી 68 પોઈન્ટ તૂટ્યો

By

Published : Dec 24, 2021, 4:52 PM IST

અમદાવાદઃ આ સપ્તાહે છેલ્લા ત્રણ દિવસથી સતત સ્ટોક માર્કેટમાં (Stock Market India) તેજી જોવા મળી હતી, પરંતુ આજે (શુક્રવારે) છેલ્લા દિવસે સ્ટોક માર્કેટમાં (Stock Market India) કોઈ ઉછાળો જોવા મળ્યો નહતો. આજે (શુક્રવારે) સ્ટોક માર્કેટ (Stock Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 190.97 પોઈન્ટ (0.33 ટકા)ની નબળાઈ સાથે 57,124.31ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 68.85 પોઈન્ટ (0.40 ટકા)ના ઘટાડા સાથે 17,003.75ના સ્તર પર બંધ થયો છે. મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં વેચવાલી જોવા મળી છે. જ્યારે બેન્કિંગ શેર્સ પર પણ દબાણ જોવા મળી રહ્યું છે. રિયલ્ટી, બેન્કિંગ, પાવર, ફાર્મા અને ઓટો શેર્સ પર દબાણ જોવા મળ્યું છે. તો IT સિવાય તમામ ઈન્ડેક્સ સેક્ટરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ

આજે સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સની વાત કરીએ તો, એચસીએલ ટેક (HCL Tech) 3.01 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) 2.32 ટકા, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ (SBI Life Insurance) 2.04 ટકા, વિપ્રો (Wipro) 0.50 ટકા, ઈન્ફોસિસ (Infosys) 0.35 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સ પર નજર કરીએ તો, ગ્રેસિમ (Grasim) -2.93 ટકા, એનટીપીસી (NTPC) -2.53 ટકા, ઓએનજીસી (ONGC) -1.67 ટકા, એમ એન્ડ એમ (M&M) -1.66 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ (Dr. Reddys Labs) -1.51 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-Savings Tips 2021: ખર્ચા ઓછા કરી અને બચતની આદતોને વધારીને નાણાકીય ગેરવ્યવસ્થાને દૂર કરી શકાય છે

સ્ટોક માર્કેટ અંગે નિષ્ણાતોનો મત

વેલ્થસ્ટ્રિટના કો-ફાઉન્ડર કુનાલ મહેતાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નવા વર્ષે બેન્ચમાર્ક્સમાં વેઈટેજમાં કેટલોક ફેરફાર થશે. આના કારણે પણ સંબંધિત કાઉન્ટર્સમાં ઈનફ્લો-આઉટફ્લો જોવા મળી શકે છે. આમ, બજારમાં એક કે બીજા કારણસર વોલેટિલિટી જળવાયેલી રહે તેવા સંયોગો ઊભા થયાં છે. ઓમિક્રોનને લઈને માર્કેટનું વલણ ન્યૂટ્રલ જળવાશે એમ જણાય છે. છેલ્લા 2 સપ્તાહમાં ઈક્વિટી, ક્રૂડ અને ગોલ્ડ જેવા એસેટ ક્લાસીસે ઓમિક્રોનને ડિસ્કાઉન્ટ કરી લીધું છે. બજારનો મોટો વર્ગ ઓમિક્રોનને લઈને મોટી ખાનાખરાબી જોઈ રહ્યો નથી. હેલ્થ એક્સપર્ટ્સે ઓમિક્રોનથી સામાન્ય ઈન્ફેક્શન જોવા મળે છે. એમ જણાવ્યું છે. તેમ જ ઘરે ઉપચાર કરી તેમાંથી બહાર આવી શકાય છે. એમ પણ તેઓનું કહેવું છે. આ સ્થિતિમાં વિવિધ સરકારો આર્થિક ગતિવિધિઓને ચાલુ રાખવાનું પસંદ કરશે અને તેથી કોવિડના પ્રથમ અને બીજા રાઉન્ડમાં જોવા મળેલી આર્થિક અસરો નહીં જોવા મળે. ક્રૂડના ભાવ જે રીતે મજબૂત ટકી રહ્યાં છે. તે પણ સૂચવે છે કે, ઓમિક્રોનને કારણે વર્ષ 2020 જેવા લૉકડાઉનની જરૂરિયાત નથી જોવાઈ રહી. માર્કેટમાં આઈટી અને FMCGમાં નવેસરથી મજબૂતી જોવા મળી રહી છે. ઈન્ફોસિસ જેવા કાઉન્ટર્સ તેમની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે. આમ બજારને આઈટીનો સપોર્ટ ચાલુ રહી શકે છે.

આ પણ વાંચો-Year Ender 2021: કયા IPOએ વર્ષ 2021માં રોકાણકારોને માલામાલ કર્યા, જુઓ

સ્ટોક માર્કેટમાં ઓમિક્રોનની અસર થઈ શકે છેઃ નિષ્ણાત

ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના ડિરેક્ટર આસિફ હિરાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દેશમાં ઓમિક્રોનના કેસની વધતી સંખ્યા (Omicron Cases in India) પાછળ માર્કેટ સાપ્તાહિક ધોરણે નરમાઈ સાથે બંધ આવી શકે છે. આઈટી, ફાર્મા, લોજિસ્ટિક્સ અને પાવર જેવા ડિફેન્સિવ સેક્ટર્સ લાઈમલાઈટમાં રહે. જ્યારે એનબીએફસી અને ફાઈનાન્સિયલ્સ પર દબાણ જોવા મળી શકે છે. જો નિફ્ટી 17,240નું સ્તર પાર કરવામાં સફળ રહેશે. તો વર્તમાન સુધારાનો દોર આગળ વધતો જોવાશે. જ્યારે 16,700ની નીચે બંધ આવશે. તો જ વચગાળાના બુલિશ ટ્રેન્ડમાં રિવર્સલની શક્યતા છે. તાજેતરના કરેક્શન છતાં અમે ઘટાડે ખરીદીનો વ્યૂહ અપનાવવાનું સૂચન કરીએ છીએ.

ABOUT THE AUTHOR

...view details