અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજાર (Stock Market India) લાલ નિશાન પર બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 143.20 પોઈન્ટ (0.24 ટકા)ના ઘટાડા સાથે 58,644.82ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 43.90 પોઈન્ટ (0.25 ટકા) તૂટીને 17,516.30ના સ્તર પર બંધ થયો છે. તેમ છતાં નિફ્ટી 17,500ની ઉપર બંધ રહેવામાં સફળ થયો છે. તો આજે બેન્કિંગ શેરમાં ભારે દબાણ જોવા મળ્યું હતું. આ સિવાય ઓટો, FMCG, IT શેર્સ પર પણ દબાણ રહ્યું હતું.
આ પણ વાંચો-Union Budget 2022 : પ્રાકૃતિક ખેતીથી પોષક તત્વો જમીનમાં ભળવાથી જમીન ખૂબ ઉન્નત બને છેઃ ખેડૂતો
સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ
આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેર્સની વાત કરીએ તો, હિન્દલ્કો (Hindalco) 2.44 ટકા, ઓએનજીસી (ONGC) 1.25 ટકા, સન ફાર્મા (Sun Pharma) 1.18 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) 1.00 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) 0.99 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર્સ પર નજર કરીએ તો, હીરો મોટોકોર્પ (Hero Motocorp) -2.15 ટકા, એસબીઆઈ (SBI) -1.81 ટકા, એનટીપીસી (NTPC) -1.79 ટકા, એમ એન્ડ એમ (M&M) -1.69 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) -1.58 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચો-Benefits of Equity Linked Savings Scheme: જાણો, ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કિમ અને તેના ફાયદા
નિષ્ણાતોના મતે
વેલ્થસ્ટ્રિટના કો ફાઉન્ડર રાકેશ લાહોટીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ત્રીજા ક્વાર્ટરના પરિણામો લગભગ અપેક્ષા મુજબના રહ્યા છે. આ સાથે જ બેન્કિંગે આઉટ પર્ફોર્મન્સ દર્શાવ્યું છે. ખાનગી બેન્કિંગ કંપનીઓના પ્રોવિઝનિંગમાં ઘટાડા પાછળ તેમની નફાકારકતામાં ઊંચી વૃદ્ધિ જોવા મળી છે. આગામી વર્ષે બીજા અર્ધવાર્ષિક ગાળામાં રેટ વૃદ્ધિની શક્યતા જોતા બેન્કિંગ કંપનીઓના માર્જિનમાં ઓર સુધારો જોવા મળી શકે છે. તે કારણથી જ હાલમાં બેન્કિંગ શેર્સ આઉટ પર્ફોર્મન્સ દર્શાવી રહ્યા છે. ગયા વર્ષે બેન્કિંગ અને ફાયનાન્શિયલ્સમાં ચોખ્ખું વેચાણ દર્શાવનારા FII કોઈ એક તબક્કે ફરી બેન્કિંગ ક્ષેત્રને લઈને આકર્ષાય શકે છે.
IT શેર્સ સુધારાનો ટ્રેન્ડ જાળવી રાખે તેવું જણાય છેઃ નિષ્ણાત
વેલ્થસ્ટ્રિટના કો ફાઉન્ડર રાકેશ લાહોટીએ વધુમાં ઉમેર્યું હતું કે, મીડ સાઈઝ પ્રાઈવેટ બેન્કિંગ કંપનીઓ અત્યારે ઘણા વાજબી વેલ્યૂએશન્સ પર મળી રહી છે. તેમાં ઘટાડે રોકાણ માટે વિચારી શકાય. PSU બેન્ક શેર્સ મને ફૂલ્લી પ્રાઈઝ્ડ જણાય છે. તેઓ સારું કેપિટલાઈઝેશન ધરાવે છે. જોકે, ઘણી PSU બેંક્સ ફરીથી 1.5થી 2ના પ્રાઈઝ ટૂ બુક પર ટ્રેડ થતી જોવા મળે છે, જે મારી દૃષ્ટીએ પૂરતાં વેલ્યૂએશન્સ છે. આ ભાવેથી તેમાં વધુ વળતરની શક્યતા ઘટી જાય છે. આમ, ખાનગી ક્ષેત્રે જ રોકાણ કરવું યોગ્ય જણાય છે. IT શેર્સમાં 2 સપ્તાહથી ઊંચી વધઘટ જોવા મળી રહી છે. જોકે, સમગ્રતયા તેઓ સુધારાનો ટ્રેન્ડ જાળવી રાખે તેવું જણાય છે. કંપનીઓએ છેલ્લાં 2 ક્વાર્ટર્સમાં ખૂબ મોટી સંખ્યામાં ફ્રેશર્સની નિમણૂક કરી છે. જે તેમના બિઝનેસને લઈને તેજી સૂચવે છે. ઘટાડે લાર્જકેપ IT કંપનીઓમાં રોકાણ કરી શકાય. ફાર્મા કંપનીઓમાં પણ ખરીદીની જગ્યા છે. ઘણા ફાર્મા કાઉન્ટર્સ તેમની છ મહિના અગાઉની ટોચથી નોંધપાત્ર નીચે ટ્રેડ થઈ રહ્યાં છે. જે ફરી ટોચને સ્પર્શી શકે છે.
ગ્રાફિક્સઃ