અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પ્રથમ દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજારની (Stock Market India) ખૂબ જ નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.17 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 1,231.66 પોઈન્ટ (2.12 ટકા)ના ઘટાડા સાથે 56,921.26ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 298.60 પોઈન્ટ (1.72 ટકા) તૂટીને 17,076.15ના સ્તર પર જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો-ક્રિપ્ટોકરન્સી: નાણાપ્રધાને કહ્યું, ટેક્સ લેવાનો સરકારનો અધિકાર
વૈશ્વિક બજારની સ્થિતિ
આજે એશિયન બજારમાં નબળાઈ સાથે વેપાર થઈ રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 1.23 ટકા ઘટ્યો છે. જ્યારે નિક્કેઈ લગભગ 2.62 ટકાના ઘટાડા સાથે 26,970.34ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.05 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. સાથે જ તાઈવાનનું બજાર 1.71 ટકા તૂટીને 17,998.23ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 1.12 ટકાની નબળાઈ સાથે જોવા મળી રહ્યો છે. તો કોસ્પી 1.53 ટકા તૂટ્યો છે. જ્યારે શાંઘાઈ કોમ્પોઝિટ 0.48 ટકાના ઘટાડા સાથે 3,446.29ના સ્તર પર જોવા મળી રહ્યો છે. બીજી તરફ ડાઉ ફ્યૂચર્સમાં 100 પોઈન્ટની મજબૂતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો-Mutual fund redemption: જાણો, મ્યુચ્યૂઅલ ફંડ રિડેમ્પશન અંગે
આજે આ શેર ચર્ચામાં રહેશે
આજે દિવસભર ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ (Dr Reddy's Laboratories), અશોક લેલેન્ડ (Ashok Leyland), વોલ્ટાસ (Voltas), મંગલમ સિમેન્ટ (Mangalam Cement), બેન્ક (Bank), ટીસીએસ (TCS), ઈન્ડિગો પેઈન્ટ્સ (Indigo Paints) જેવા શેર ચર્ચામાં રહેશે.