અમદાવાદઃ યુક્રેન પર રશિયાના હુમલાથી (Russia Ukraine War) ભારતીય શેરબજારમાં (Stock Market India) હાહાકાર મચ્યો છે. આજે શેરબજારમાં (Stock Market India) 23 માર્ચ 2020 પછીનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 2,702.15 પોઈન્ટ (4.72 ટકા)ના ઘટાડા સાથે 54,529.91ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 815.30 પોઈન્ટ (4.78 ટકા) તૂટીને 16,247.95ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો-Ukraine Russia Crisis : રશિયા યુક્રેનના યુદ્ધથી આ જીવનજરૂરી વસ્તુઓ થશે મોઘી
નિષ્ણાતોના મતે
ટ્રેડબુલ્સના ડિરેક્ટર આસિફ હિરાણીએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી અસ્થિરતા ઓછી ન થાય ત્યાં સુધી ભૌગોલિક રાજકીય સંબંધિત વિકાસ વેપારીઓને ઉઘાડી રાખશે. જાન્યુઆરી મધ્યથી નિફ્ટી 18,350ની નીચે સરકી રહ્યો છે, પરંતુ ઘટાડાની ગતિ પ્રકૃતિમાં ક્રમશઃ રહી છે અને તે સામાન્ય બૂલ માર્કેટ કરેક્શન માટે સારી રીતે સંકેત આપે છે.