ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: 2 દિવસના ઉછાળા બાદ આજે સ્ટોક માર્કેટની નબળી શરૂઆત, સેન્સેક્સ 60,000ની નીચે - ભારતીય સ્ટોક માર્કેટ અપડેટ

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Sensex) 145.99 પોઈન્ટ (0.24 ટકા)ના ઘટાડા સાથે 59,952.83ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 28.70 પોઈન્ટ (0.16 ટકા) તૂટીને 17,909.70ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: 2 દિવસના ઉછાળા બાદ આજે સ્ટોક માર્કેટની નબળી શરૂઆત, સેન્સેક્સ 60,000ની નીચે
Stock Market India: 2 દિવસના ઉછાળા બાદ આજે સ્ટોક માર્કેટની નબળી શરૂઆત, સેન્સેક્સ 60,000ની નીચે

By

Published : Jan 20, 2022, 10:39 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી નબળા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) નબળી શરૂઆત થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 145.99 પોઈન્ટ (0.24 ટકા)ના ઘટાડા સાથે 59,952.83ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 28.70 પોઈન્ટ (0.16 ટકા) તૂટીને 17,909.70ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- Union Budget Tax on Crypto: ક્રિપ્ટો બિઝનેસ પર ટેક્સ, તેને વિશેષ હેઠળ લાવવાનું વિચારી શકાય છે

આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં

આજે દિવસભર બજાજ ઓટો (Bajaj Auto), એલ એન્ડ ટી ઈન્ફોટેક (L&T Infotech), આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ (ICICI Lombard), ટાટા કોમ (Tata Comm), સન ફાર્મા (Sun Pharma), પીટીસી ઈન્ડિયા ફિન (PTC India Fin), જેબીએમ ઓટો (JBM Auto), ટાટા મોટર્સ (Tata Motors), અશોક લેલેન્ડ (Ashok Leyland) જેવા સ્ટોક્સ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- મોદી સરકારનું અર્થતંત્ર ચિંતાજનક, મોંઘવારી-બેરોજગારી વધી, માંગ ઘટી : કૌશિક બસુ

વૈશ્વિક બજાર પર નજર

વૈશ્વિક સ્ટોક માર્કેટમાં (World Stock Market) નબળા સંકેત મળી રહ્યા છે. આજે દિવસભર એશિયન સ્ટોક માર્કેટમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 74.50 પોઈન્ટના ઘટાડા સાથે જોવા મળી રહ્યો છે. તો નિક્કેઈ લગભગ 0.49 ટકાના વધારા સાથે 27,600.48ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.05 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. આ ઉપરાંત તાઈવાનનું બજાર 0.29 ટકાના ઘટાડા સાથે 18,175.40ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. જ્યારે હેંગસેંગ 1.47 ટકાના વધારા સાથે 24,483.68ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો કોસ્પીમાં 0.13 ટકા સાથે વેપાર થઈ રહ્યો છે. સાથે જ શાંઘાઈ કોમ્પોઝિટ 0.24 ટકાના વધારા સાથે 3,566.77ના સ્તર પર જોવા મળી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details