અમદાવાદઃ યુક્રેનમાં રશિયાની સૈન્ય કાર્યવાહી (Russia Ukraine War) શરૂ થઈ ગઈ છે. ત્યારે આ યુદ્ધની અસરભારતીય શેર બજાર (Stock Market India) પર થઈ છે. તેના કારણે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજારમાં (Stock Market India) મોટો કડાકો જોવા મળ્યો છે. આજે સવારે 9.19 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 1,426.28 પોઈન્ટ (2.49 ટકા)ના ઘટાડા સાથે 55,805.78ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 407.80 પોઈન્ટ (2.39 ટકા) તૂટીને 16,655.50ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ પણ વાંચો-જૂની પેન્શન યોજનાથી કેટલી અલગ છે નવી યોજના, જાણો સંપૂર્ણ માહિતી
રશિયા યુક્રેનના ઘર્ષણથી આટલી અસર થશે
રશિયા યુક્રેન ઘર્ષણના કારણે વૈશ્વિક ક્રુડ ઓઈલમાં વધારો ભારત માટે એક પડકાર છે. અત્યારે ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ 100 ડોલરની નજીક પહોંચ્યું છે, જે સપ્ટેમ્બર 2014થી સૌથી વધુ છે. બીજી તરફ કેન્દ્રિય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આ બંને દેશના ઘર્ષણના કારણે ભારતમાં કાચા તેલની કિંમત ક્યાં જશે તે કહેવું મુશ્કેલ છે. FSDCની બેઠકમાં પણ અમે નાણાકીય સ્થિરતાને જોખમમાં મૂકતા પડકારોની નોંધ લીધી હતી. તો હવે પેટ્રોલ ડીઝલની કિંમતમાં પણ વધારો થાય તો નવાઈ નહીં.