અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) મજબૂતી સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 650.98 પોઈન્ટ (1.09 ટકા)ના ઉછાળા સાથે 60,395.63ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 190.60 પોઈન્ટ (1.07 ટકા)ના વધારા સાથે 18,003.30ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ નિફ્ટી (Nifty) 18,000 તો સેન્સેક્સ (Sensex) 60,000ને પાર પહોંચ્યો છે.
આ પણ વાંચો-Indigo cuts flights: ઈન્ડિગો એરલાઈન્સે ફ્લાઈટની સંખ્યા ઘટાડી, કંપની નહીં લે રિશિડ્યુલિંગ ફી
સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ
આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સની (Top Gainers Stocks) વાત કરીએ તો, યુપીએલ (UPL) 4.54 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 3.28 ટકા, ટાઈટન કંપની (Titan Company) 3.05 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) 2.77 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) 2.71 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સની વાત કરીએ (Top Losers Stocks) તો, વિપ્રો (Wipro) -2.35 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) -1.01 ટકા, નેશલે (Nestle) -0.97 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) - 0.73 ટકા, પાવરગ્રિડ કોર્પ (Power Grid Corp) -0.46 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચો-Debt Reduction Plan : માથે ન રાખો દેવું, લોનથી મુક્તિ માટે આ રીતે કરો આયોજન
PNBએ ગ્રાહકોને આપ્યો ઝટકો
નવા વર્ષે પંજાબ નેશનલ બેન્કે (PNB) ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો (Punjab National Bank Service Charges) છે. PNB બેન્ક 15 જાન્યુઆરીથી અનેક સુવિધા માટે પહેલાથી વધુ સર્વિસ ચાર્જ વસૂલ કરશે. જો તમે પણ PNBના ગ્રાહક છો તો જાણી લો, કઈ સર્વિસ છે, જેના માટે તમારે વધુ ચાર્જ ચૂકવવા પડશે. PNBની વેબસાઈટ અનુસાર, મેટ્રો સિટીમાં એકાઉન્ટ હોલ્ડર્સે પોતાના ખાતામાં મિનિમમ બેલેન્સ 10,000 રૂપિયા રાખવું પડશે. પહેલા આ લિમિટ 5,000 રૂપિયા હતા. 10,000થી ઓછું બેલેન્સ હશે તો દર ત્રિમાસિક 600 રૂપિયા ચાર્જ થશે. પહેલા આ ચાર્જ 300 રૂપિયા હતું. જો તમારું ખાતું ગ્રામીણ વિસ્તારમાં છે તો તમે લઘુતમ બેલેન્સ નહીં રાખો તો દર ત્રિમાસિક 400 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. પહેલા આ ચાર્જ 200 રૂપિયા હતો. PNBએ લોકરની સુવિધા પર 500 રૂપિયા ચાર્જ વધારી દીધો છે.
સેન્સેક્સઃ +650.98