ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: પહેલા જ દિવસે ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 68 અને નિફ્ટી 41 પોઈન્ટ ગગડ્યો - Stock Market News

સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજારની (Stock Market India) શરૂઆત સપાટ થઈ છે. આજે સવારે 9.23 વાગ્યે સેન્સેક્સ (Sensex) 68.87 પોઈન્ટ (0.12 ટકા)ના ઘટાડા સાથે 57,627.59ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 41.30 પોઈન્ટ (0.24 ટકા)ના ઘટાડા સાથે 17,155.40ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: પહેલા જ દિવસે ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 68 અને નિફ્ટી 41 પોઈન્ટ ગગડ્યો
Stock Market India: પહેલા જ દિવસે ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ 68 અને નિફ્ટી 41 પોઈન્ટ ગગડ્યો

By

Published : Dec 6, 2021, 9:42 AM IST

  • સપ્તાહના પ્રથમ દિવસે શેર બજારની ફ્લેટ શરૂઆત
  • સેન્સેક્સ 68.87 તો નિફ્ટી 41.30 પોઈન્ટ ગગડ્યો
  • સેન્સેક્સ ફરી એક વાર 58,000ની નીચે પહોંચ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના પહેલા દિવસે આજે (સોમવારે) ભારતીય શેર બજારની (Stock Market India) શરૂઆત સપાટ થઈ છે. આજે સવારે 9.23 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 68.87 પોઈન્ટ (0.12 ટકા)ના ઘટાડા સાથે 57,627.59ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 41.30 પોઈન્ટ (0.24 ટકા)ના ઘટાડા સાથે 17,155.40ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃભારત દુ:ખદાયક સમય છે, અર્થવ્યવસ્થા 2019થી પણ નીચેના સ્તર પર : અભિજીત બેનર્જી

આજે આ સ્ટોક ચર્ચામાં રહેશે

આજે દિવસભર સૌથી વધુ જ્યુબિલન્ટ ઈન્ગ્રેવિયા (Jubilant Ingrevia), ડીસીબી બેન્ક (DCB Bank), આરતી ઈન્ડસ્ટ્રીઝ (Aarti Industries), એબીબી ઈન્ડિયા (ABB India), કાર્દા કન્સ્ટ્રક્શન્સ (Karda Constructions), કિર્લોસકર ઓઈલ એન્જિન્સ (Kirloskar Oil Engines), રેડિંગન ઈન્ડિયા (Redington India) જેવા શેર્સ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચોઃIncome tax Returns : રિટર્ન્સ ફાઈલ કરતી વખતે શું કાળજી રાખવી જોઈએ, જાણો...

વૈશ્વિક બજાર પર એક નજર

વૈશ્વિક બજાર (World Stock Market) પર નજર કરીએ તો, આજે એશિયન માર્કેટમાં નબળાઈ જોવા મળી રહી છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 39.50 પોઈન્ટના ઘટાડા સાથે 17,195.50ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિક્કેઈ 120.19 પોઈન્ટના ઘટાડા સાથે 27,909.38ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સ 26.11 પોઈન્ટના ઉછાળા સાથે 3,128.04ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કોસ્પીમાં 2.52 પોઈન્ટનો ઉછાળો તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 3.65 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details