ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: સ્ટોક માર્કેટની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં 77 અને નિફ્ટીમાં 12 પોઈન્ટ વધારો - ભારતીય સ્ટોક માર્કેટ અપડેટ

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) ફ્લેટ શરૂઆત થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે સેન્સેક્સ (Sensex) 77.38 પોઈન્ટ (0.13 ટકા)ના વધારા સાથે 59,933.31ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 12.65 પોઈન્ટ (0.07 ટકા)ના વધારા સાથે 17,817.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

Stock Market India: સ્ટોક માર્કેટની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં 77 અને નિફ્ટીમાં 12 પોઈન્ટ વધારો
Stock Market India: સ્ટોક માર્કેટની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સમાં 77 અને નિફ્ટીમાં 12 પોઈન્ટ વધારો

By

Published : Jan 5, 2022, 10:00 AM IST

અમદાવાદઃ વૈશ્વિક બજાર (World Stock Market) તરફથી મિશ્ર સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય સ્ટોક માર્કેટની (Stock Market India) ફ્લેટ શરૂઆત થઈ છે. આજે સવારે 9.20 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 77.38 પોઈન્ટ (0.13 ટકા)ના વધારા સાથે 59,933.31ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 12.65 પોઈન્ટ (0.07 ટકા)ના વધારા સાથે 17,817.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો-Tax Saving Schemes: કર બચત રોકાણ કરવા માટે નાણાકીય વર્ષના અંતની રાહ ન જુઓ

આજે આ સ્ટોક્સ રહેશે ચર્ચામાં

આજે દિવસભર ભારતી એરટેલ (Bharti Airtel), એયુ સ્મોલ ફાઈનાન્સ બેન્ક (AU Small Finance Bank), થેરમેક્સ (Thermax), એવિએશન સેક્ટર (Aviation Sector), ભરત ફોર્જ (Bharat Forge), ગો ફેશન (GO Fashion), ગેલ (Gail), ડીબી રિયલ્ટી (DB Realty) જેવા સ્ટોક્સ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો-Housing Sales up in Top Cities: ગયા વર્ષે ટોચના 7 શહેરોમાં ઘરોનું વેચાણ 71 ટકા વધીને 2,36,530 યુનિટ થયું

વૈશ્વિક બજાર પર નજર

એશિયન સ્ટોક માર્કેટમાં આજે મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. આજે એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) પર દબાણ છે. તો ગઈકાલે અમેરિકામાં ડાઉ રેકોર્ડ સ્તર પર બંધ થયો હતો. જ્યારે નાસડેકમાં ઘટાડો જોવા મલ્યો હતો. તો આજે નિક્કેઈ 0.01 ટકાના સામાન્ય વધારા સાથે 29,304.95ની આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે સ્ટ્રેઈટ ટાઈમ્સમાં પણ 0.09 ટકાનો સામાન્ય ઉછાળો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત તાઈવાનનું બજાર 0.14 ટકાના વધારા સાથે 18,552.92ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે હેંગસેંગ 1.05 ટકાના ઘટાડા સાથે 23,046.07ના સ્તર પર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કોસ્પીમાં 0.36 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.75 ટકાના ઘટાડા સાથે 3,604.98ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details