ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: બીજો દિવસ મંગળ સાબિત થયો, સેન્સેક્સ 886 પોઈન્ટ ઉછળ્યો - PSBsના મર્જર અંગે નાણા રાજ્યપ્રધાન

આજે (મંગળવાર) સપ્તાહનો બીજો દિવસ ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) માટે ખરેખર મંગળ સાબિત થયો છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 886.51 પોઈન્ટ (1.56 ટકા)ના ઉછાળા સાથે 57,633.65ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 264.45 પોઈન્ટ (1.56 ટકા)ના વધારા સાથે 17,176.70ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: બીજો દિવસ મંગળ સાબિત થયો, સેન્સેક્સ 886 પોઈન્ટ ઉછળ્યો
Stock Market India: બીજો દિવસ મંગળ સાબિત થયો, સેન્સેક્સ 886 પોઈન્ટ ઉછળ્યો

By

Published : Dec 7, 2021, 3:53 PM IST

  • સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારમાં તેજી
  • સપ્તાહનો બીજો દિવસ શેર બજાર માટે મંગળ સાબિત થયો
  • સેન્સેક્સ 886.51 અને નિફ્ટી 264.45 પોઈન્ટ ઉછળીને બંધ થયો

અમદાવાદઃ આજે (મંગળવાર) સપ્તાહનો બીજો દિવસ ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) માટે ખરેખર મંગળ સાબિત થયો છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 886.51 પોઈન્ટ (1.56 ટકા)ના ઉછાળા સાથે 57,633.65ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 264.45 પોઈન્ટ (1.56 ટકા)ના વધારા સાથે 17,176.70ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ 58,000ની નજીક અને નિફ્ટી 17,000ને પાર પહોંચ્યો છે.

આ પણ વાંચો-ભારત દુ:ખદાયક સમય છે, અર્થવ્યવસ્થા 2019થી પણ નીચેના સ્તર પર : અભિજીત બેનર્જી

સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ પર (Top Gainers Shares) નજર કરીએ તો, હિન્દલ્કો (Hindalco) 5.15 ટકા, ટાટા સ્ટિલ (Tata Steel) 3.97 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) 3.59 ટકા, આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI Bank) 3.47 ટકા, ટાટા મોટર્સ (Tata Motors) 3.23 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા શેર્સ પર નજર કરીએ તો, કિપ્લા (Cipla) - 0.56 ટકા, બ્રિટેનિયા (Britannia) -0.58 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) -0.36 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) -0.21 ટકા, આઈઓસી (IOC) - 0.12 ટકા ગગડ્યા છે.

આ પણ વાંચો-16 તણાવગ્રસ્ત સહકારી બેન્કોના ગ્રાહકોને મળશે 5 લાખ રૂપિયા જમા વીમા કવચ

PSBsના મર્જર અંગે નાણા રાજ્યપ્રધાને રાજ્યસભામાં રજૂ કર્યો જવાબ

રાજ્યસભામાં નાણા રાજ્ય પ્રધાને પોતાના જવાબમાં કહ્યું હતું કે, અત્યારે કોઈ પણ PSBsના મર્જરની કોઈ યોજના (Minister of State for Finance regarding merger of PSBs) નથી. LTCG સંપૂર્ણ રીતે ખતમ કરવાની કોઈ પણ જોગવાઈ નથી. LTCGથી AY 2018-19માં 1,222.24 કરોડ રૂપિયા આવક થઈ છે. LTCGથી AY 2019-20માં 3,460.34 કરોડ રૂપિયાની આવક થઈ છે. LTCGથી AY 2020-21માં 5,311.87 કરોડ રૂપિયા આવક થઈ છે.

સેન્સેક્સઃ +886.51

ખૂલ્યોઃ 57,125.98

બંધઃ 57,633.65

હાઈઃ 57,905.63

લોઃ 56,992.27

NSE નિફ્ટીઃ +264.45

ખૂલ્યોઃ 17,044.10

બંધઃ 17,176.70

હાઈઃ 17,251.65

લોઃ 16,987.75

ABOUT THE AUTHOR

...view details