ગુજરાત

gujarat

ETV Bharat / business

Stock Market India: પાંચ દિવસ પછી આજે ઉછાળા સાથે બંધ થયું સ્ટોક માર્કેટ, સેન્સેક્સ 58,000ની નજીક પહોંચ્યો - ભારતીય સ્ટોક માર્કેટ લેટેસ્ટ ન્યૂઝ

સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 366.64 પોઈન્ટ (0.64 ટકા)ના ઉછાળા સાથે 57,858.15ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નિફ્ટી (Nifty) 128.90 પોઈન્ટ (0.75 ટકા)ની મજબૂતી સાથે 17,278.00ના સ્તર પર બંધ થયો છે.

Stock Market India: પાંચ દિવસ પછી આજે ઉછાળા સાથે બંધ થયું સ્ટોક માર્કેટ, સેન્સેક્સ 58,000ની નજીક પહોંચ્યો
Stock Market India: પાંચ દિવસ પછી આજે ઉછાળા સાથે બંધ થયું સ્ટોક માર્કેટ, સેન્સેક્સ 58,000ની નજીક પહોંચ્યો

By

Published : Jan 25, 2022, 4:05 PM IST

Updated : Jan 25, 2022, 4:39 PM IST

અમદાવાદઃ ભારતીય સ્ટોક માર્કેટમાં (Stock Market India) પાંચ દિવસથી ઘટાડા સાથે બંધ થતા આજે છઠ્ઠા દિવસે રાહતના સમાચાર આવ્યા છે. કારણ કે, સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય સ્ટોક માર્કેટ (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 366.64 પોઈન્ટ (0.64 ટકા)ના ઉછાળા સાથે 57,858.15ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 128.90 પોઈન્ટ (0.75 ટકા)ની મજબૂતી સાથે 17,278.00ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ ફરી એક વાર 57,000ને પાર અને 58,000ની નજીક પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી પણ 18,000ની સપાટી તરફ આગેકૂચ કરી રહ્યો છે.

આ પણ વાંચો-Union Budget 2022: કોરોના પહેલા અને કોરોના પછી, શું ખરેખર આરોગ્ય બજેટમાં તફાવત છે?

માન્યવરનો IPO કઈ તારીખે આવશે, જુઓ

પરંપરાગત પોશાકની બ્રાન્ડેડ કંપની માન્યવરનો (Manyavar Company IPO) IPO 4 ફેબ્રુઆરીએ ખૂલશે અને 8 ફેબ્રુઆરીએ બંધ થશે. કંપનીને 18 જાન્યુઆરીએ માર્કેટ રેગ્યુલેટર SEBIથી IPO લાવવાની મંજૂરી મળી હતી. કંપનીના શેર્સનું લિસ્ટિંગ 16 ફેબ્રુઆરીએ થશે. વેદાન્ત ફેશને સપ્ટેમ્બર 2021માં ડ્રાફ્ટ પેપર ફાઈલ કર્યા હતા. જોકે, કંપનીનો IPO સંપૂર્ણ રીતે ઓફર ફોર સેલ (OFS) કંપનીના વર્તમાન પ્રમોટર અને શેરહોલ્ડર્સ 3.63 કરોડ શેર્સ વેચશે.

આ પણ વાંચો-Union Budget 2022: શું છે FRBM એક્ટ 2003?

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા સ્ટોક્સ

આજે દિવસભર સૌથી વધુ ઉંચકાયેલા સ્ટોક્સની વાત કરીએ તો, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) 6.83 ટકા, એક્સિસ બેન્ક (Axis Bank) 6.76 ટકા, એસબીઆઈ (SBI) 4.15 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 3.88 ટકા, યુપીએલ (UPL) 3.74 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા સ્ટોક્સ પર નજર કરીએ તો, વિપ્રો (Wipro) -1.75 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -1.13 ટકા, ટાઈટન કંપની (Titan Company) -1.10 ટકા, ઈન્ફોસિસ (Infosys) -0.84 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra) -0.83 ટકા ગગડ્યા છે.

સેન્સેક્સઃ +366.64

ખૂલ્યોઃ 57,158.63

બંધઃ 57,858.15

હાઈઃ 57,966.93

લોઃ 56,409.63

NSE નિફ્ટીઃ+128.85

ખૂલ્યોઃ 17,001.55

બંધઃ 17,277.95

હાઈઃ 17,309.15ટ

લોઃ 16,836.80

Last Updated : Jan 25, 2022, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details