મુંબઈ સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ સંવેદી સૂચકાંક સેંસેક્સ સવારે 10.08 વાગ્યે 5.52 અંક ઘટીને 39,014.87 પર બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)નો પ્રમુખ સંવેદી સૂચકાંક નિફ્ટી પણ 3.05 અંકની નબળાઈ સાથે 11,579.55 ના સ્તર પર ચાલી રહ્યો છે.
તેજીની શરૂઆત બાદ અચાનક શેર બજાર મંદીનો માહોલ - stock market news
મુંબઈઃ વિદેશી બજારમાંથી મળેલા સકારાત્મક સંકેતો સાથે ઘરેલું શેરબજારની શરૂઆત મજબૂતી સાથે થઈ હતી, પરંતુ બાદમાં પ્રમુખ સંવેદનાત્મક સૂચકાંકોમાં ઘટાડો થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીમાં લાલ ચિન્હ સાથે વેપાર ચાલી રહ્યો હતો. જ્યારે સેન્સેક્સના પ્રારંભિક સમયમાં 200 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો.
stock market
આ પહેલા સવારે9 વાગ્યે સેન્સેક્સ વિતેલા સત્રની તુલનામાં તેજી સાથે 39,201.67 પર ખુલ્યો હતો અને 39,241.61 સુધી ઉછળ્યો અને પ્રારંભના તબક્કામાં સૂચકાંક 39,007.06 પર ઉતરી ગયો હતો.
નિફ્ટી પણ મજબૂતી સાથે 11,646 પર ખુલ્યો હતો અને 11,646.90 ના અંક સુધી પહોંચ્યા બાદ ઘટની 11,568.20 સુધી આવી ગયો હતો. વિતેલા સત્રમાં નિફ્ટી 11.582.60 પર બંધ રહ્યો હતો.